Gujarat Weather : ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદને લઈને શું છે આગાહી?

વીડિયો કૅપ્શન, Gujarat Weather : ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદને લઈને શું છે આગાહી?
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

હવામાન વિભાગના બુલેટિન અનુસાર છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સુરત ખાતે અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે.

સમગ્ર કચ્છ ઉપરાંત સાઉથ ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદ નોંધાયો છે.

હાલમાં પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાનને જોડતા વિસ્તારમાં 3.1 કિમીની ઊંચાઈએ અપર એર સર્ક્યુલેશન રચાયું છે જેના કારણે ચોમાસું સક્રિય છે. અત્યારે મોન્સુન ટ્રફની રચના થઈ છે જેના કારણે જમ્મુથી લઈને ચંદીગઢ, સારસવા, ફતેહગઢ, વારાણસી, રાંચીના પટ્ટાથઈ લઈને બંગાળની ખાડી સુધી આ ટ્રફ પસાર થાય છે.

અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 22 જુલાઈએ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લામાં, એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.

22 જુલાઈથી લઈને 25 જુલાઈ સુધી ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે એવું હવામાન વિભાગનું અનુમાન છે.

23 જુલાઈએ પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

સમગ્ર કચ્છ ઉપરાંત સાઉથ ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદ નોંધાયો છે.

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન