એવું ભયાનક વાવાઝોડું કે 150 કિલોમીટરની ઝડપી પવન ફૂંકાયો, ચીનમાં 10 લાખથી વધુ લોકોને ખસેડાયા

ચીનમાં વાવાઝોડાના કારણે શાંઘાઈ સહિતના અનેક વિસ્તારોમાં જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ચીનમાં વાવાઝોડાના કારણે શાંઘાઈ સહિતના અનેક વિસ્તારોમાં જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ચીનના પૂર્વીય વિસ્તારમાં ડૉલ્ફિન વાવાઝોડું ત્રાટક્યા બાદ 10 લાખથી વધુ લોકોને તેમનાં ઘરોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે.

વાવાઝોડાના કારણે રાજધાની શાંઘાઈ સહિતના અનેક વિસ્તારોમાં સામાન્ય જનજીવન પર ભારે અસર પડી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ડૉલ્ફિન વાવાઝોડું પ્રથમ રવિવારે સાંજે લગભગ 5:30 વાગ્યે ઝેજિયાંગ પ્રાંતના યુહુઆન શહેરમાં ત્રાટક્યું હતું. તે સમયે વાવાઝોડાની મહત્તમ ઝડપ કલાકના 150 કિલોમીટર સુધી પહોંચી ગઈ હતી.

અંદાજે એક કલાક બાદ વાવાઝોડું ફરી વેન્ઝોઉ શહેરમાં ત્રાટક્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વાવાઝોડું હવે ચીનના આંતરિક વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. સત્તાવાળાઓએ બુધવાર સુધી ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની સંભાવનાને જોતાં ચેતવણી અપાઈ છે.

વાવાઝોડાના કારણે માત્ર શાંઘાઈમાં જ અંદાજે 1,400 ફ્લાઇટો રદ કરવી પડી હતી, જેના કારણે મોટી સંખ્યામાં મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વાવાઝોડાના કારણે માત્ર શાંઘાઈમાં જ અંદાજે 1,400 ફ્લાઇટો રદ કરવી પડી હતી, જેના કારણે મોટી સંખ્યામાં મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો
દરિયાકાંઠાના ફુજિયાન પ્રાંતમાં સમુદ્રી સત્તાવાળાઓએ અનેક મુસાફર ફેરીના રૂટ્સ બંધ કરી દીધા છે અને 100થી વધુ દરિયાઈ બાંધકામ પ્રોજેક્ટ્સ પરનું કામ અટકાવી દીધું છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દરિયાકાંઠાના ફુજિયાન પ્રાંતમાં સમુદ્રી સત્તાવાળાઓએ અનેક મુસાફર ફેરીના રૂટ્સ બંધ કરી દીધા છે અને 100થી વધુ દરિયાઈ બાંધકામ પ્રોજેક્ટ્સ પરનું કામ અટકાવી દીધું છે

ચીની સત્તાવાળાઓએ ડૉલ્ફિન વાવાઝોડાને ધ્યાનમાં રાખીને અગાઉથી સૌથી ઉચ્ચ સ્તરનું 'રેડ ઍલર્ટ' જાહેર કર્યું હતું. જોકે, સોમવારની સવારે વાવાઝોડાની તીવ્રતા ઘટતાં ઍલર્ટનું સ્તર ઓછું કરાયું હતું.

ચીનના શાનડોંગ, હેનાન, હુબેઈ, આનહુઈ, જિઆંગસુ અને ઝેજિયાંગ પ્રાંતો ઉપરાંત શાંઘાઈમાં પણ સોમવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સ્થાનિક વહીવટીતંત્રે લોકોને બિનજરૂરી કામો માટે ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે.

વાવાઝોડા બાદ આવેલા ભારે વરસાદને કારણે લોકોનાં ઘરની આસપાસ પાણી ભરાઈ ગયાં હતાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વાવાઝોડા બાદ આવેલા ભારે વરસાદને કારણે લોકોનાં ઘરની આસપાસ પાણી ભરાઈ ગયાં હતાં

ચીનના સરકારી મીડિયામાં પ્રસારિત થયેલાં દૃશ્યોમાં જોવા મળે છે કે શાંઘાઈના પૂર્વ ફ્રેન્ચ કૉન્સેશન વિસ્તારમાં (જે પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય છે) ગ્રાઉન્ડ ફ્લૉર પર આવેલી દુકાનોમાં પાણી ભરાઈ ગયાં છે.

કેટલાક સરકારી મીડિયા અહેવાલો મુજબ, ઝેજિયાંગ પ્રાંતના વેનલિંગ શહેરનો નવ વર્ષનો એક બાળક સમુદ્રના પ્રવાહમાં તણાઈ જતાં ગુમ થઈ ગયો છે. જોકે, અત્યાર સુધી ચીની સત્તાવાળાઓએ કોઈ જાનહાનિની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આગામી થોડા દિવસોમાં ઝેજિયાંગ પ્રાંતના કેટલાક વિસ્તારોમાં 250 મિલીમીટરથી 500 મિલીમીટર સુધી વરસાદ પડી શકે છે.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આગામી થોડા દિવસોમાં ઝેજિયાંગ પ્રાંતના કેટલાક વિસ્તારોમાં 250 મિલીમીટરથી 500 મિલીમીટર સુધી વરસાદ પડી શકે છે
ઝેજિયાંગની રાજધાની હાંગઝોઉમાં સત્તાવાળાઓએ તીવ્ર પવન અને પૂરથી બચવા માટે આશરો શોધી રહેલા વાહનચાલકોને રાહત આપતાં તમામ જાહેર પાર્કિંગ સ્થળોએ પાર્કિંગ ફી માફ કરવાનો નિર્ણય લીધો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઝેજિયાંગની રાજધાની હાંગઝોઉમાં સત્તાવાળાઓએ તીવ્ર પવન અને પૂરથી બચવા માટે આશરો શોધી રહેલા વાહનચાલકોને રાહત આપતાં તમામ જાહેર પાર્કિંગ સ્થળોએ પાર્કિંગ ફી માફ કરવાનો નિર્ણય લીધો છે

ચીનના સરકારી પ્રસારણકાર સીસીટીવી મુજબ, ડૉલ્ફિન વાવાઝોડું જમીન પર ત્રાટકતાં પહેલાં લગભગ 6,000 કિલોમીટરનું લાંબું અંતર કાપીને આવ્યું હતું. આ દર્શાવે છે કે તેની સમયાવધિ સામાન્ય વાવાઝોડાની સરખામણીએ ત્રણ ગણા કરતાં પણ વધુ રહી છે.

ઝેજિયાંગ પ્રાંતના અન્ય વિસ્તારોમાં વેન્ઝોઉ શહેરના સત્તાવાળાઓએ અંદાજે 9 લાખ રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે અને 1,000થી વધુ તાત્કાલિક આશ્રયસ્થાનો (ઇમર્જન્સી શેલ્ટર) શરૂ કર્યા છે. જ્યારે તાઇઝોઉ શહેરમાંથી આશરે 3.9 લાખ લોકોને તેમનાં ઘરોમાંથી સ્થળાંતરિત કરાયા છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઝેજિયાંગ પ્રાંતના અન્ય વિસ્તારોમાં વેન્ઝોઉ શહેરના સત્તાવાળાઓએ અંદાજે 9 લાખ રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે અને 1,000થી વધુ તાત્કાલિક આશ્રયસ્થાનો (ઇમર્જન્સી શેલ્ટર) શરૂ કર્યા છે. જ્યારે તાઇઝોઉ શહેરમાંથી આશરે 3.9 લાખ લોકોને તેમનાં ઘરોમાંથી સ્થળાંતરિત કરાયા છે

ચીન તરફ આગળ વધતાં પહેલાં ડૉલ્ફિન વાવાઝોડાના કારણે ફિલિપાઇન્સ, ઉત્તર તાઇવાનના કેટલાક વિસ્તારો અને જાપાનના ઓકિનાવા ટાપુમાં ભારે વરસાદ વરસ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન