ગુજરાતના કયા જિલ્લામાં આજથી વરસાદનું જોર વધશે અને કયા જિલ્લામાં વરસાદ ઘટશે?
ગુજરાતના કયા જિલ્લામાં આજથી વરસાદનું જોર વધશે અને કયા જિલ્લામાં વરસાદ ઘટશે?
પ્રકાશિત
ગુજરાતમાં વરસાદનું જોર ધીમું પડ્યા બાદ ફરીથી કેટલાક જિલ્લાઓમાં વરસાદ વધવાની શક્યતા દેખાઈ રહી છે, આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો હતો અને કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી. જે બાદ હવે વરસાદને વિરામ લીધો છે.
તાજેતરમાં જ રાજસ્થાન પર પહોંચેલી એક મજબૂત સિસ્ટમની અસર પણ ગુજરાત પર થઈ હતી અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં હાલ સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે.
હાલ રાજ્યની આસપાસ કોઈ મોટી સિસ્ટમ ન હોવાને કારણે અને મૉન્સૂન ટ્રફ ઉત્તર ભારત તરફ ખસી ગઈ છે જેથી ઉત્તર ભારતનાં રાજ્યોમાં હવે વરસાદમાં વધારો થશે.આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે દીપક ચુડાસમા...
ઍડિટ - સુમિત વૈદ




