પ્રિન્સિપાલે કેમ આ શાળાની વિદ્યાર્થિનીઓના વાળ કાપી નાખ્યા?
પ્રિન્સિપાલે કેમ આ શાળાની વિદ્યાર્થિનીઓના વાળ કાપી નાખ્યા?
પ્રકાશિત
વિદ્યાર્થિનીઓએ પરંપરાગત શૈલીમાં વાળ બાંધ્યા સિવાય કે ચોટલો વાળ્યા વિના પ્રાર્થનામાં હાજરી આપી હતી, જેને લીધે આંધ્રપ્રદેશના અલ્લુરી જિલ્લાના કસ્તૂરબા ગાંધી બાલિકલા વિદ્યાલયમ કૉલેજના પ્રિન્સિપાલે 23 વિદ્યાર્થીનીઓના વાળ કાપી નાખ્યા છે.
15મી નવેમ્બરે આ ઘટના બન્યા બાદ 18 નવેમ્બરે અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
આ શાળામાં છઠ્ઠા ધોરણથી ઇન્ટરમિડેયેટના બીજા વર્ષ એટલે કે 11થી 17 વર્ષની વયની 270 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે.
આ સંસ્થાનું કામકાજ પણ પ્રિન્સિપાલ સાઈ પ્રસન્નાના નેતૃત્વમાં જોવામાં આવે છે.
બીબીસીએ કેમેસ્ટ્રીના શિક્ષક સરલા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ હાજર ન હતાં.
સમગ્ર ઘટના જાણવા માટે, બીબીસીએ વિદ્યાર્થિનીઓની કૉલેજની મુલાકાત લીધી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



