ચોમાસાની વિદાય પછી બીજું વાવાઝોડું સર્જાશે? ગુજરાતમાં વરસાદની શું છે આગાહી?
ચોમાસાની વિદાય પછી બીજું વાવાઝોડું સર્જાશે? ગુજરાતમાં વરસાદની શું છે આગાહી?
પ્રકાશિત
ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પાછલા કેટલાક દિવસોથી વરસાદ લગભગ સાવ બંધ થઈ ગયો છે.
તેની જગ્યાએ હવે અમદાવાદ સહિતનાં શહેરો અને અન્ય જિલ્લાઓમાં ધીમે ધીમે ઠંડીનો માહોલ પ્રસરતો જોવા મળી રહ્યો છે.
વરસાદી માહોલની વાત કરીએ તો ગુજરાતના દરિયાની પાસે થોડા દિવસો પહેલાં સર્જાયેલા શક્તિશાળી 'શક્તિ' નામના વાવાઝોડાએ રાજ્યમાં વરસાદની સિઝન થોડી લાંબી ખેંચાશે તેવી શક્યતાઓ પેદા જરૂર કરી હતી. જોકે, 'શક્તિ' વાવાઝોડું નબળું પડ્યા બાદથી રાજ્યમાં વરસાદ જોવા નથી મળ્યો.
હવે સવાલ એવો પણ થઈ રહ્યો છે કે શું ચોમાસાની વિદાય પછી પણ રાજ્યમાં 'શક્તિ' જેવાં જ વાવાઝોડાં સર્જાશે ખરાં? શું છે શક્યતા? ગુજરાતમાં આગામી સમયમાં વરસાદની કેટલી શક્યતા છે?
જાણવા માટે જુઓ, બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



