ભાવનગરની એ હૉસ્પિટલ જેમાં પશુપક્ષીઓને મળે છે મફત સારવાર, 400 ગામ માટે આશીર્વાદરૂપ

ભાવનગરની એ હૉસ્પિટલ જેમાં પશુપક્ષીઓને મળે છે મફત સારવાર, 400 ગામ માટે આશીર્વાદરૂપ
પ્રકાશિત

આ છે ભાવનગરના અગિયાળીમાં આવેલી સૌથી મોટી જીવદયા હૉસ્પિટલ.

જ્યાં આજુબાજુનાં 400થી વધુ ગામનાં પશુપક્ષીઓની સારવાર કરવામાં આવે છે. પાંચ-છ મિત્રોથી શરૂ થયેલા આ સેવાકાર્ય આગળ વધતા-વધતા ઘણા લોકોના સહયોગથી મોટી હૉસ્પિટલ તૈયાર થઈ છે.

વન વિભાગના સહયોગથી ચાલતી આ અધતન હૉસ્પિટલમાં રખડતાં ઢોર હોય કે પાલતું પશુ બધાની સારવાર નિ:શુલ્ક કરવામાં આવે છે.

જીવદયાનું કાર્ય જોઈને ધીમે-ધીમે તેમાં ઘણા સ્વયંસેવકો પણ સેવા આપી રહ્યા છે.

આસપાસનાં ગામોના કેટલાક લોકોનું કહેવું છે કે આ હૉસ્પિટલને લીધે પશુઓનું જીવન સરળ બની ગયું છે.

વધુ જુઓ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.