You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુંબઈમાં યુવતીઓની છેડતીને કારણે તેમની રમત પર લગામ લાગી
14થી 15 વર્ષની આ છોકરીઓ મુંબઈના માનખુર્દ જેવા ગરીબ વિસ્તારથી આવે છે, જ્યાંની ગંદી અને તંગ ગલીઓમાં તેઓ વસવાટ કરે છે.
તેઓ આ પરિસ્થિતિમાંથી થોડો સમય બહાર નીકળી શકે તે માટે ફૂટબોલ રમવાનું પસંદ કરે છે. છેલ્લા બે વર્ષથી શબનમ શેખ તેમના કોચ તરીકેની મહત્તવની ભૂમિકા નિભાવી રહ્યા છે.
તેઓ કહે છે, "આ રમતનું મેદાન માત્ર ફૂટબોલ માટે નથી પરંતુ છોકરીઓ પણ સપના જોઈ શકે તેના પૂરા કરી શકે તે માટેનું મંચ છે."
તાજેતરના વર્ષોમાં સામાન્ય સુવિધાઓથી વંચિત રહી ગયેલી છોકરીઓનું સ્પોર્ટ્સમાં આવવું વધી ગયું છે. આ વૃદ્ધિ થઈ હોવા છતાં માનખુર્દની છોકરીઓ છોકરાઓ તરફથી સતત થતી પજવણીઓને કારણે રમતગમતથી દૂર થઈ રહી છે.
31 મેના રોજ મેદાન પર બનેલી એક ઘટનાને કારણે તેમના કોચ શબનમને નાકની સર્જરી કરાવવી પડી. તેઓ સાજા તો થઈ ગયા પરંતુ તેમની પાસે રમત શીખવા આવતી છોકરીઓના વાલીઓ હવે તેમની દીકરીઓને મેદાને મોકલતા ખચકાય છે.
જુઓ તેમની કહાણી...
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન