વાવાઝોડું ત્રાટકીને નબળું પડ્યું, ગુજરાતમાં પવન, હવે વરસાદ ક્યારે પડશે?

વાવાઝોડું ત્રાટકીને નબળું પડ્યું, ગુજરાતમાં પવન, હવે વરસાદ ક્યારે પડશે?
પ્રકાશિત

વાવાઝોડું રીમાલ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ વચ્ચે રવિવારે રાત્રે ત્રાટક્યું હતું.

જ્યારે તે ત્રાટક્યું ત્યારે તે ખૂબ શક્તિશાળી હતું.

હવામાન વિભાગના ચોમાસાના પૂર્વાનુમાન પ્રમાણે ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે. એટલે કે ચોમાસું સારું રહે તેવી સંભાવના વધારે દેખાઈ રહી છે.

હવામાન વિભાગે જારી કરેલા નક્શા પ્રમાણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ આ વર્ષે વધારે વરસાદ થવાની શક્યતા છે.

રીમાલ વાવાઝોડાના કારણે ગુજરાતમાં તાપમાન ઘટયું છે. પરંતુ હજી પણ કેટલાંક સ્થળોએ ઓરેન્જ ઍલર્ટ પણ છે. તો ગુજરાતમાં હવે વરસાદ ક્યારે પડશે?

રીમાલ વાવાઝોડા બાદ હવે ચોમાસું કેવી રીતે આગળ વધશે, ચોમાસાની પ્રગતિ પર કોઈ અસર પડશે? ગુજરાતના હવામાનમાં હવે શું ફેરફારો થશે?