રાજકોટ : સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમીના મેળામાં એક લટાર

રાજકોટ : સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમીના મેળામાં એક લટાર
પ્રકાશિત

રાજકોટની આગવી ઓળખસમો જન્માષ્ટમીનો મેળો દર વર્ષે રેસકોર્સ મેદાનમાં યોજાય છે.

સમગ્ર સૌરાષ્ટ્રના લાખો લોકો જન્માષ્ટમીના આ મેળાની રાહ જોઈને બેઠા હોય છે.

આ લોકમેળાને ‘રસરંગ લોકમેળો’ નામ આપવામાં આવ્યું છે.

મેળામાં પાંચ દિવસ દરમિયાન 12 લાખ લોકો હાજરી આપે તેવી સંભાવના વચ્ચે પોલીસના અધિકારીઓ, જવાનો અને કર્મચારીઓ સહિત 1300 જેટલા જવાનો સુરક્ષાના ભાગરૂપે તહેનાત રહેશે.

મેળાની ભવ્યતાનું આનંદ માણો, માત્ર બીબીસી ગુજરાતી સાથે.