રાજકોટ : મહિલાઓને પગભર કરતી એ સહકારી મંડળી એ સાવ ઓછા વ્યાજે લોન આપે છે

બીબીસી ગુજરાતી
પ્રકાશિત

આજે વાત કરીએ રાજકોટની એ મહિલામંડળીની જે ગૃહિણી અને નાનો મોટો વેપાર કરતી અનેક મહિલાઓને સફળતા અપાવવા માટે આશાનું કિરણ બની છે.

રાજકોટ જિલ્લાની “ઝાંસી લક્ષ્મીબાઈ મહિલા શરાફી સહકારી મંડળી” મહિલાઓને કોઈ પણ પ્રકારની આંટીઘૂંટી વગર અને ન્યુનત્તમ વ્યાજદરે પર્સનલ લોન આપી પગભર કરી રહી છે.

દસ વર્ષ પહેલાં પાપડનો વ્યવસાય કરનારાં ગીતાબહેને આ મંડળી પાસેથી લોન લીધી હતી અને આજે તેઓએ પોતાના વ્યવસાયમાં મોટી સફળતા હાંસલ કરી છે.

સહકારની ભાવના અને મહિલાઓના ઉત્થાન માટે કામ કરતી આ મંડળીનો સ્ટાફ પણ મહિલાઓનો જ છે. 6 વર્ષના ટૂંકાગાળામાં 40 કરોડની થાપણ અને 42 કરોડની લોન સાથે આ મંડળીની મહિલાઓ અન્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવી રહી છે. આજે આ મંડળી સાથે આશરે 8000 થી વધુ મહિલા સભ્યો જોડાયા છે.

આ મંડળીની લોન મારફતે રંજનબહેન પીપળિયાએ પોતાનો ઇમિટેશનનો વ્યવસાયનો એટલો વિકસાવ્યો કે હાલ તેઓ અન્ય મહિલાઓને પણ રોજગારી આપી રહ્યા છે.

ઊંચા વ્યાજદરે ધિરાણ લેવા મજબૂર મહિલા કામદારોને જોઈને મૅનેજર અશોકભાઈને આ મંડળીની શરૂઆત કરવાનો વિચાર આવ્યો. આ મંડળી થકી સેંકડો મહિલાઓનું જીવન બદલાઈ ગયું છે.

Redline
Redline