તાપી વનવિભાગમાં ફરજ બજાવતાં મહિલા બીટગાર્ડ, જે ખૂનખાર દીપડા વચ્ચે કામ કરે છે

તાપી વનવિભાગમાં ફરજ બજાવતાં મહિલા બીટગાર્ડ, જે ખૂનખાર દીપડા વચ્ચે કામ કરે છે
પ્રકાશિત

ગુજરાતના આદિવાસી બહુમતીવાળા જિલ્લા તાપીની આમ તો ઘણી ખાસિયતો છે.

પરંતુ આંખે ઊડીને વળગે એવી એક ખાસિયતની વાત કરવાની હોય તો જિલ્લાની પ્રાકૃતિક સુંદરતા અને વૈવિધ્યપૂર્ણ પ્રાણીસંપત્તિ ભાગ્યે જ કોઈ ચૂકી શકે.

જોકે, તાપીની આ સંપત્તિના વૈભવને જાળવી રાખવા દરરોજ મથતાં ફૉરેસ્ટ બીટ ગાર્ડ અને એમાં પણ મહિલા અધિકારીઓની ભાગ્યે જ વાત કરાય છે.

આવાં જ એક મહિલા રેન્જ બીટગાર્ડ છે દર્શના ચૌધરી. જેઓ દરરોજ જિલ્લાના ખૂનખાર દીપડા વચ્ચે કામ કરે છે.

તેમનું કામ છે આ દીપડાના શરીરમાં ઇલેક્ટ્રોનિક ચિપ મૂકવાનું.

2022 પછી અહીંથી પકડાયેલા દીપડાઓમાંથી 70 ટકા દીપડાઓમાં બીટગાર્ડ દર્શના ચૌધરીએ ચિપ મૂકી છે.

જાણો તેમની કહાણી, માત્ર બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.