ગુજરાતમાં સરકારી કામો માટે કેમ અલગ અલગ સોગંદનામાની જરૂર નહીં પડે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં સરકારી કામો માટે કેમ અલગ અલગ સોગંદનામાની જરૂર નહીં પડે?
ગુજરાતમાં સરકારી કામો માટે કેમ અલગ અલગ સોગંદનામાની જરૂર નહીં પડે?
પ્રકાશિત

ગુજરાત સરકારની વિવિધ સેવાઓ માટે અરજદારો દ્વારા કરવા પડતાં અલગ અલગ ફૉર્મેટનાં ઍફિડેવિટને લઈ સરકારે મહત્ત્વનો ફેરફાર કર્યો છે.

રાજ્ય સરકારના વિવિધ વિભાગો વહીવટી સુધારણાની પ્રક્રિયામાં સમયાંતરે સુધારાઓ દાખલ કરતાં રહે છે.

સરકાર અનુસાર હવે જ્યારે મોટાભાગની સેવાઓ નાગરિકોને ઑનલાઇન, મોબાઇલ ઍપ, જનસેવા કેન્દ્ર, ડિજિટલ સેવાસેતુ મારફતે ઉપલબ્ધ બનેલ છે, ત્યારે સેવાઓ મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવા સરકારે નિર્ણય કર્યો છે.

જે સરકારી સેવા માટે કાયદા મુજબ ફૉર્મેટ નક્કી કરાયેલું નથી અને સોગંદનામું કરવું જરૂરી છે તેવી તમામ સેવા માટે એક યુનિવર્સલ ઍફિડેવિટ તૈયાર કરવામાં આવ્યું છે.

ત્યારે અત્યાર સુધી જે અલગ-અલગ સેવા માટે ઍફિડેવિટનાં જુદાં-જુદાં ફૉર્મેટ હતાં, તેમાં હવે શું ફેરફાર આવશે અને આનાથી મુશ્કેલી વધશે કે સરકારી પ્રક્રિયા વધુ સરળ બનશે, કાયદાવિદો શું કહે છે.

બીબીસી ગુજરાતી ગુજરાતમાં સરકારી કામો માટે કેમ અલગ અલગ સોગંદનામાની જરૂર નહીં પડે?

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન