આઈસીસીએ શ્રીલંકાની ક્રિકેટ ટીમનું સભ્યપદ સસ્પેન્ડ કરી દીધું

cricket ICC

ઇમેજ સ્રોત, Reuters

પ્રકાશિત

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ શુક્રવાર સાંજે એક પ્રેસ નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, આઈસીસી બોર્ડે શ્રીલંકા ક્રિકેટનું સભ્યપદ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.

આઈસીસી બોર્ડે શુક્રવારે મળેલી બેઠકમાં જ આ નિર્ણય લીધો હતો.

આ પ્રેસ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના સભ્ય તરીકે શ્રીલંકા ક્રિકેટ પોતાની જવાબદારીઓનું વહન કરવામાં નિષ્ફળ રહ્યું છે.

આઈસીસીનું કહેવું છે કે, શ્રીલંકા ક્રિકેટ પોતાનું કામકાજ સ્વતંત્રરૂપે ચલાવવામાં પણ સક્ષમ નથી. અને શ્રીલંકા ક્રિકેટ એ સુનિશ્ચિત કરવામાં સક્ષમ નથી કે તે શ્રીલંકામાં સરકારી હસ્તક્ષેપ વિના ક્રિકેટના વહીવટ અને નિયમન જેવી જવાબદારીઓ નિભાવી શકે.

આ ઉપરાંત એમ પણ કહેવામાં આવ્યું છે કે આ સસ્પેન્શનની શરતો બોર્ડની તરફથી આવનારા સમયમાં નિર્ધારિત કરવામાં આવશે.

રેડ લાઇન
રેડ લાઇન