શિયાળામાં આરોગ્યપ્રદ ગણાતું કચરિયું બનાવવાનો અનોખો 'જુગાડ'

વીડિયો કૅપ્શન, શિયાળામાં આરોગ્યપ્રદ ગણાતું કચરિયું કઈ રીતે બને છે?
શિયાળામાં આરોગ્યપ્રદ ગણાતું કચરિયું બનાવવાનો અનોખો 'જુગાડ'
પ્રકાશિત

જેને સાની પણ કહે છે તે શિયાળાનું આરોગ્યપ્રદ ગણાતું કચરિયું સામાન્ય રીતે બળદની ઘાણીમાં તલ પીલીને બનાવવામાં આવતું હતું.

પરંતુ સમય બદલાતા બળદનું સ્થાન વિવિધ યંત્રોએ લીધું.

સુરતમાં ખાસ શિયાળામાં કચરિયું વેચવા આવતા ભિલોડાના કાનજીભાઈ બળદને બદલે બાઇક ફેરવીને કચરિયું બનાવે છે.

કચરિયું બનાવવાની વિધી એકદમ સાદી છે.

ઘાણીમાં નાખેલા તલ બાઇક ફરવા સાથે પિસાય.

તલ અધકચરા પિસાઈ જાય એટલે તેમાં ગોળ નાખીને ગ્રાહકોને આપી દેવાનું.

કરચિયું કાળા તલ અને સફેદ તલનું બને છે.

ગ્રાહક તલ લઈને આવે તો કાનજીભાઈ તેમને મજૂરીથી પણ કચરિયું બનાવી આપે છે.

કરચિયું બનાવવાના નવતર પ્રયોગનો જુઓ આ વીડિયો અહેવાલ...

કચરિયું
Redline
Redline