You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
"મારો દીકરો ખુદને સંભાળી શકે એવડો થાય ત્યાં સુધી ભગવાન મને જીવતો રાખે બસ" માતા બની બાળઉછેર કરતા પિતાની કહાણી
‘‘મારા દુશ્મનોને પણ ભગવાન આવી તકલીફ ના આપે. મારો પુત્ર મારી નબળી કડી છે. હવે હું માત્ર મારા પુત્ર માટે જીવું છું. હું ભગવાનને માત્ર એ પ્રાર્થના કરું છું કે જ્યાં સુધી મારો દીકરો ખુદને સંભાળી શકે એવડો થાય ત્યાં સુધી મને જીવતો રાખે બસ’’
દર્દ ભરેલા અવાજ સાથે આ એ પિતાના શબ્દો છે જે સાત વર્ષનાં બાળકને માતા અને પિતા બન્નોનો પ્રેમ આપી રહ્યા છે. આંધ્ર પ્રદેશના તિરુપતિમાં બિમારીના કારણે તેમની પત્નીનું બે વર્ષ પહેલાં જ મૃત્યુ થયું હતું. અને એ પણ બીજા બાળકને જન્મ આપ્યાના 15 જ દિવસમાં. બાલાજીએ તે બાળકને ઉછેર માટે તેમના મિત્રને દત્તક આપી દીધું.
આ બાળક જ્યારે કોઈ મહિલાને તેના બાળકને ખવડાવતાં જોતો કે માતા બાળક સાથે રમતી હોય તેવું જોતો ત્યારે તે રડતો. પણ બાલાજીએ આ બાળકને માતાની ગરજ ક્યારેય ન સારવા દીધી.