You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં હજી પાંચ દિવસ સુધી ભારે વરસાદ, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, રાજ્યમાં ચોમાસું ભરપૂર સક્રિય છે અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે.
જોકે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી પૂરતો વરસાદ પડી રહ્યો નથી અને અહીં વાવણીબાદ ખેડૂતો હજી વરસાદની રાહ જોઈ રહ્યા છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ બાદ હવે 23 અને 24 જુલાઈના રોજ કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 24થી 28 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે ઑરેન્જ ઍલર્ટ જારી કર્યું છે.
હાલ મધ્ય ભારત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવાની સાથે સાથે હવે ઉત્તર ભારતમાં પણ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. આગામી દિવસોમાં ઉત્તર ભારતનાં રાજ્યોમાં પણ વરસાદ પડવાનો શરૂ થશે.
બીબીસીના આ વીડિયોમાં જુઓ ગુજરાતમાં હવે વરસાદનું ચિત્ર કેવી રીતે બદલાશે અને સૌરાષ્ટ્ર-કચ્છ બાદ હવે કયા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે?