છોટા ઉદેપુર: એ શિક્ષક જે બાળકોને રમતો રમાડીને જ શિક્ષણના પાઠ ભણાવી દે છે
છોટા ઉદેપુર: એ શિક્ષક જે બાળકોને રમતો રમાડીને જ શિક્ષણના પાઠ ભણાવી દે છે
પ્રકાશિત
આજકાલ છાશવારે જોવા મળતા વાઇરલ વીડિયોમાં ઘણી વાર વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કરતા શિક્ષકો જોવા મળે છે. વાલી અને એક સંવેદનશીલ માણસ તરીકે આપણું મન આવાં દૃશ્યોને જોઈને વિચલિત થાય એ સ્વાભાવિક છે.
આવાં દૃશ્યોને જોઈને ઘણાને પોતાનું બાળપણ અને વિદ્યાર્થીકાળમાં જીવનને નવી દિશા આપનારા શિક્ષક જરૂર યાદ આવતા હોય છે.
અને મનમાં વિચારેય આવી શકે કે આવા શિક્ષક બધાં બાળકોને મળે તો કેવું સારું.
કંઈક એવા જ શિક્ષક છે છોટા ઉદેપુરના નિરવકુમાર પંચાલ.
તેઓ નવીન ટેકનિકો વડે બાળકોનું મન ભણતરમાં પરોવી અને રસ જાળવવામાં એટલા તો સફળ રહ્યા છે કે બાળકો શાળાએ આવવાનું ભાગ્યે જ ચૂકતાં હશે.
જુઓ, આ શિક્ષક અનોખી શિક્ષણ શૈલી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.






