અમેરિકા જતી વખતે 'યુવાનના મૃત્યુ' બાદ પરિવાર કહ્યું, 'ભોજન પણ નહોતું મળતું'

અમેરિકા જતી વખતે 'યુવાનના મૃત્યુ' બાદ પરિવાર કહ્યું, 'ભોજન પણ નહોતું મળતું'
પ્રકાશિત

પંજાબના ગુરપ્રીતસિંહના પરિવાર અનુસાર 33 વર્ષીય ગુરપ્રીતનું ડૉન્કી રૂટ પર વિદેશ જતી વખતે હાર્ટ ઍટેકથી અવસાન થયું હતું.

અમૃતસરના રહેવાસી ગુરપ્રીતના પરિવારજનોનું કહેવું છે કે તેમની સાથે અમેરિકા જઈ રહેલી અન્ય વ્યક્તિ પાસેથી તેમને આ સમાચાર મળ્યા હતા.

ગુરપ્રીતને અમેરિકા મોકલવા પરિવારે 36 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પરંતુ અધવચ્ચે જ ગ્વાટેમાલાના જંગલમાંથી નીકળતી વખતે તેમનું મૃત્યુ થયું હતું.

પરિવાર પ્રમાણે તેમના પિતાએ ગુરપ્રીતને રોકવા માટે પ્રયાસ કર્યા હતા, પરંતુ એ મક્કમ હતા.

હવે પરિવાર ગુરપ્રીતનો મૃતદેહ પરત લાવવા માટે સરકારની મદદ માગી રહ્યો છે.

જુઓ, આ પરિવારની દુ:ખદ કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.