ગુજરાતમાં હવામાન પલટાયું, આજે પડશે સૌથી વધારે વરસાદ, શું છે આગાહી?

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાતમાં હાલ શિયાળાની વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે અને ઘણા વિસ્તારોમાં આ વર્ષનું પ્રથમ માવઠું થયું છે.

ગુરુવારથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાવાનું શરૂ થયું હતું અને તે બાદ સાંજના સમયે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં થોડા દિવસો પહેલાં જ શીતલહેર એટલે કે કૉલ્ડ વેવની સ્થિતિ હતી અને હવે ઠંડીની વચ્ચે વરસાદ શરૂ થયો છે.

હવામાન વિભાગે ગુજરાતમાં હજી પણ વધારે વરસાદની આગાહી કરી છે અને આજ સહિત હજી બે દિવસ સુધી ગુજરાતમાં વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે.

હાલની સ્થિતિ પ્રમાણે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ઉત્તર ભારત, મધ્ય ભારત અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે અને દેશમાં હાલ ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો છે.

ગુજરાતના કેટલાક વિસ્તારો ઉપરાંત મહારાષ્ટ્ર તથા મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ સંભાવના દેખાઈ રહી છે.

ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની આગાહી? જુઓ વીડિયોમાં

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.