You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાનના યુવાનો કયા પ્રતિબંધોમાંથી મુક્ત થવા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે?
ઈરાનમાં પાછલા 50 દિવસથી મહિલાઓના અધિકાર માટે વિરોધપ્રદર્શન થઈ રહ્યાં છે.
મહિલાઓ માટે તેમના શરીર અંગે અને કપડાં પહેરવા અંગેના અધિકારોની આ લડાઈ ગણાવવામાં આવી રહી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને આ પ્રદર્શનો અંગે એવું નિવેદન આપ્યું હતું કે, ‘ઈરાન જલદી મુક્ત થશે.’
આ નિવેદનની ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીએ ટીકા કરી છે.
બીજી તરફ ઈરાનમાં સરકારવિરોધી પ્રદર્શનો ચાલુ થયાંની વાત શનિવારે 50 દિવસ થયા, જેમાં યુવા વર્ગ મુખ્ય ચહેરો છે.
એ વિરોધ કે જે પોલીસ કસ્ટડીમાં એક મહિલાના મોત બાદ શરૂ થયો અને જોતજોતામાં આઝાદીની લડાઈની જેમ સમગ્ર દેશમાં ફાટી નીકળ્યો.
ત્યારે એક નજર ઈરાનના એ પ્રતિબંધો પર જેને અહીંનો યુવાવર્ગ રોજિંદા જીવનમાં સહન કરી રહ્યો છે.