વડોદરા હરણી દુર્ઘટના : ડૉકટર બનવા માગતા પુત્રને દફનાવનારા પિતાનું દર્દ

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા ઉપર ક્લિક કરો
વડોદરા હરણી દુર્ઘટના : ડૉકટર બનવા માગતા પુત્રને દફનાવનારા પિતાનું દર્દ
પ્રકાશિત

12 વર્ષનો મોહમ્મદ અયાન, સકીના શેખ, 8 વર્ષની આયતબાનો મનસૂરી, 10 વર્ષની આસ્થિયા અને 7 વર્ષનો રૈયાન... આ એ બાળકોનાં નામ છે જેમણે વડોદરાના હરણી તળવામાં બનેલી બોટ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો. વાલીઓ અને પરિવારજનો આક્રંદમાં ડૂબેલા છે.

12 વર્ષીય મહોમ્મદ અયાનના પિતા અનીસભાઈએ વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં પોતાનો એક માત્ર પુત્ર ગુમાવી દીધો છે. કિશોરાવસ્થામાં પણ ન પહોંચેલા પુત્રને દફનાવવાનું બાપનું દર્દ વર્ણવી શકાય એમ નથી.

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટનામાં પુત્રનાં મૃત્યુ પછી તેની અંતિમવિધિ કરતા પિતા અને પરિવારજનો
ઇમેજ કૅપ્શન, વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટનામાં પુત્રનાં મૃત્યુ પછી તેની અંતિમવિધિ કરતા પિતા

હાફિઝ (તબીબ) બનવા માગતા અયાને પોતાના મનગમતા માર્ગ પર આગળ વધે એ પહેલાં જ દુનિયામાંથી વિદાય લઈ લીધી. પોતાના ભૂલકાંને ગુમાવી ચૂકેલા અનીસભાઈ ન્યાયની માગ કરી રહ્યા છે.

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટાતા સર્જાયેલા અકસ્માતમાં 12 બાળકો સહિત બે શિક્ષિકાનાં મોત થયાં છે. આરોપ છે કે શાળાની બેજવાબદારી, પ્રશાસનની બેદરકારીને લીધે બાળકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો.

દફનવિધિ
ઇમેજ કૅપ્શન, વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટનામાં પુત્રનાં મૃત્યુ પછી તેની અંતિમવિધિ કરતા પિતા અને પરિવારજનો
બીબીસી
બીબીસી