ભારતની આ દવા આફ્રિકાથી લઈને જમ્મુ સુધી બાળકો માટે ઝેર બની ગઈ

ભારતની આ દવા આફ્રિકાથી લઈને જમ્મુ સુધી બાળકો માટે ઝેર બની ગઈ
બીબીસી ગુજરાતી
પ્રકાશિત

દોઢ વર્ષનો શ્રેયાંશ, ત્રણ વર્ષનો લામિન, ત્રણ વર્ષની સુરભિ શર્મા, 22 મહિનાની અમીનાટા, અઢી વર્ષનો અનિરુદ્ધ અને બીજાં અનેક બાળકો. આ ભારત અને આફ્રિકી દેશ ગામ્બિયાનાં એ બાળકો છે, જેમને તેમના માતા-પિતાએ નજર સામે મૃત્યુ પામતા જોયાં છે.

ગત વર્ષે જુલાઈ અને ઑક્ટોબર દરમિયાન ગામ્બિયામાં લગભગ 70 બાળકો મૃત્યુ પામ્યાં હતાં, જ્યારે ડિસેમ્બર, 2019 અને જાન્યુઆરી, 2020 દરમિયાન જમ્મુના રામનગરમાં ઓછામાં ઓછા 12 બાળકો મૃત્યુ પામ્યાં હતાં.

આ બાળકોનાં મૃત્યુ માટે ભારતીય કંપનીઓ દ્વારા બનાવવામા આવેલા કફ સિરપને જવાબદાર ગણાવવામાં આવે છે. કંપનીઓએ આ આરોપને ખોટો ગણાવ્યો છે, પરંતુ પીડિત પરિવારોને તેમના પર વિશ્વાસ નથી.

કઈ રીતે આ કફ સિરપે કેર વર્તાવ્યો છે અને શું કહેવું છે સરકારનું? જુઓ આ વીડિયોમાં...

વીડિયો : વિનીત ખરે

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી