અમદાવાદ : જગન્નાથજીની રથયાત્રામાં સામેલ હાથી જ્યારે બેકાબૂ થયા

વીડિયો કૅપ્શન, અમદાવાદ રથયાત્રામાં હાથી જ્યારે બેકાબૂ થયા
અમદાવાદ : જગન્નાથજીની રથયાત્રામાં સામેલ હાથી જ્યારે બેકાબૂ થયા
પ્રકાશિત

અમદાવાદમાં હાલમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા ચાલી રહી છે. છેલ્લાં 140 વર્ષથી વધુ સમયથી અમદાવાદમાં અષાઢી બીજના દિવસે યોજવામાં આવતી જગન્નાથની રથયાત્રા આકર્ષણનું કેન્દ્ર બને છે.

દર વર્ષની જેમ જગન્નાથજી, તેમના ભાઈ બલભદ્ર તથા સુભદ્રા નવા રથમાં સવાર થઈને નગરચર્યા પર નીકળ્યાં છે.

અમદાવાદમાં યોજાયેલી આ રથયાત્રામાં હાથી પણ બેકાબૂ બન્યા હોવાનું જાણવા મળ્યું હતું.

રથયાત્રા પસાર થઈ રહી હતી એ સમયે ખાડિયા વિસ્તારમાં હાથી અચાનક બેકાબૂ થયા હતા.

અમદાવાદ પોલીસે બાદમાં માહિતી આપી હતી કે રથયાત્રામાંથી એ હાથી બાકાત કરાયા હતા અને રથયાત્રા રાબેતા મુજબ આગળ નીકળી હતી.

અમદાવાદ રથયાત્રા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન