ચોમાસું હજી અટવાયું, મુંબઈ કયારે પહોંચશે, ગુજરાતમાં કઈ તારીખ પછી વરસાદ વધશે?

ચોમાસું હજી અટવાયું, મુંબઈ કયારે પહોંચશે, ગુજરાતમાં કઈ તારીખ પછી વરસાદ વધશે?
પ્રકાશિત

ગુજરાતમાં પાછલા અમુક દિવસથી ગરમીનું જોર યથાવત્ રહી રહ્યું છે. લોકોને રાજ્યમાં બળબળતી બપોર અને પ્રમાણસર રાહત આપે એવા પવનોવાળી રાતોનો અનુભવ થઈ રહ્યો છે.

જોકે, પ્રમાણસર આખા દિવસનું તાપમાન તડકા અને બફારાના મિશ્રણને પરિણામે વધુ જ અનુભવાઈ રહ્યું છે.

ગત 4 જૂનથી ભારતમાં ચોમાસાનું વિધિવત્ આગમન થઈ ચૂક્યું છે, પરંતુ હજુ સુધી રાજ્યમાં પ્રીમોન્સૂન વરસાદ એટલો જામ્યો નથી. ઉપરાંત સામાન્યપણે 15 જૂનની આસપાસ રાજ્યમાં ચોમાસાની ઍન્ટ્રી થઈ જતી હોય છે, તે પણ હવે પાછી ઠેલાઈ હોય તેવું લાગી રહ્યું છે.

ભારતના હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસો દરમિયાન હવામાન અને ચોમાસાની આગેકૂચ અંગે આગાહી જાહેર કરી હતી.

આજના વેધર વીડિયોમાં વાત કરીએ કે ગુજરાતમાં હજી વરસાદ કેટલો ખેંચાશે? ચોમાસું ખરેખર કેટલા દિવસ પછી પ્રગતિ કરશે અને આગળ વધશે. અને રાજ્યમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે?

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : અવધ જાની

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન