You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહની ઇડીએ કરી ધરપકડ, આપે ગણાવી રાજકારણથી પ્રેરિત કાર્યવાહી
દિલ્હીના કથિત શરાબ ગોટાળામાં પ્રવર્તન નિદેશાલયની પૂછપરછ બાદ આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહની ધરપકડ કરી લીધી છે.
સંજયસિંહના મીડિયા મૅનેજરે બીબીસીના સંવાદદાતા દિલનવાઝ પાસા સાથેની વાતમાં ધરપકડની વાતની પુષ્ટિ કરી છે.
ઇડીએ આજે સવારે જ સંજયસિંહના ઘરે દરોડો પાડ્યો હતો. ઘણા કલાકની પૂછપરછ બાદ સંજયસિંહની ધરપકડ કરાઈ છે.
આ કાર્યવાહી દિલ્હીની એક્સાઇઝ નીતિમાં થયેલા કથિત ગોટાળા અનુસંધાને થઈ છે.
આ ગોટાળામાં જ દિલ્હીના ભૂતપૂર્વ ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયા પણ પહેલાંથી જેલમાં છે.
દિલ્હીના ભૂતપૂર્વ સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈનેય એક અન્ય ગોટાળાના આરોપમાં જેલમાં છે. હાલ તેઓ જામીન પર બહાર છે.
સંજયસિંહનું નામ કથિત દારૂ ગોટાળામાં દાખલ કરાયેલ ઇડીની ચાર્જશીટમાં પણ આવ્યું હતું. આ ચાર્જશીટ ગત વર્ષે ડિસેમ્બર માસમાં દાખલ કરાઈ હતી.
સંજયસિંહનું નામ વેપારી દિનેશ અરોડાએ ઇડીને આપેલા નિવેદનમાં આવ્યું હતું. દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે સંજયસિંહની ધરપકડ પર સવાલ કરતાં તેને ‘ગેરકાયદેસર’ ગણાવી છે. તેમજ, ભારતીય જનતા પાર્ટીએ કહ્યં છે કે ‘સત્ય છુપાતું નથી.’
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંજયસિંહની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીએ પોતાના આધિકારિક એક્સ (ટ્વિટર) હૅન્ડલ પર તેમનું એક નિવેદન જાહેર કર્યું હતું.
તેમાં સંજયસિંહે કહ્યું, “મરવું કબૂલ છે, ડરવું નહીં.”
સંજયસિંહના પિતા દિનેશ અને મા રાધિકાસિંહની પણ પ્રતિક્રિયા સામે આવી છે. દિનેશસિંહે કહ્યું, “મેં એને (સંજયસિંહ) કહ્યું તું જેલ જા, ગભરાવાનું નથી. ઇડીને કોઈ પુરાવા ન મળ્યા, પરંતુ તેની ધરપકડ કરવાનો આદેશ હતો, અને એવું જ થયું.”
તેમનાં માતા રાધિકાસિંહે કહ્યું, “મારા દીકરાએ જતાં જતાં (અમને) પરેશાન ન થવા જણાવ્યું છે અને કહ્યું છે કે એ જલદી પાછો ફરશે.”
ઇડી ટીમ સાથે જતા પહેલાં સંજયસિંહની પોતાનાં માતાના ચરણ સ્પર્શ કરતી તસવીરેય સામે આવી છે. સંજયસિંહની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યું.
એજન્સીનો દાવો છે કે દિનેશ અરોડાએ જણાવેલું કે શરૂઆતમાં તેઓ આપ નેતા સંજયસિંહને મળ્યા હતા, જેમના થકી તેઓ બાદમાં મનીષ સિસોદિયાને રેસ્ટોરાંમાં મળેલા.
ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ પ્રમાણે ઇડીની પ્રૉસિક્યૂશન ફરિયાદમાં કહેવાયું છે કે, “સંજયસિંહના આગ્રહને કારણે આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 82 લાખ રૂપિયાના ચેક અપાયા (મનીષ સિસોદિયાને).”
સંજયસિંહના વકીલ ધીરજસિંહે બીબીસીને જણાવ્યું કે તેઓ આ મામલામાં જામીન માટે સક્ષમ અદાલત સમક્ષ અરજી કરશે.
તેમણે કહ્યું, “જામીન અને અન્ય રાહતો માટે અમે સક્ષમ અદાલત સમક્ષ જઈશું.”
કોણ છે દિનેશ અરોડા?
દિનેશ અરોડા દિલ્હી શરાબ ગોટાળાના આરોપીઓ પૈકી એક છે.
રિપોર્ટો અનુસાર દિનેશ અરોડા આ મામલામાં સરકારી સાક્ષી બનવા તૈયાર થઈ ગયા છે.
ભારતીય જનતા પાર્ટીએ બુધવારે દિલ્હીમાં ઘણાં પોસ્ટર લગાવ્યાં જેમાં દાવો કરાયો છે કે ‘સરકારી સાક્ષી’ની જુબાની બાદ કેજરીવાલે રાજીનામું આપવું જોઈએ.
રિપોર્ટો અનુસાર દિનેશ અરોડાએ દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટમાં સરકારી સાક્ષી બનવા માટે અરજી કરી છે અને કહ્યું છે કે તેઓ જાણકારી આપવા માટે તૈયાર છે.
અરોડાએ કહ્યું છે કે તેઓ કોર્ટ સમક્ષ તમામ તથ્યો મૂકવા તૈયાર છે.
અરોડાને હાલમાં જ કથિત શરાબ ગોટાળા મામલે જામીન મળ્યા છે.
કથિત ગોટાળા સંબંધે દાખલ કરાયેલ એફઆઇઆરમાં સીબીઆઇએ દિનેશ અરોડાને આરોપી બનાવ્યા હતા. તેમની ઓળખ રાધા ઇન્ડસ્ટ્રીઝના નિદેશક તરીકે અપાઈ છે અને તેમને એફઆઇઆરમાં મનીષ સિસોદિયાના ‘સહયોગી’ ગણાવાયા છે.
દિનેશ અરોડા દિલ્હીના પ્રખ્યાત રેસ્ટોરાં કારોબારી છે. હૌજ ખાસમાં તેમના કાફે પણ છે.
તેઓ નૅશનલ રેસ્ટોરાં ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાના સભ્ય પણ છે.
ઍસોસિયેશનની વેબસાઇટ અનુસાર અરોડાની રેસ્ટોરાં દિલ્હીની તમામ પ્રમુખ સ્થળોએ છે.
આમ આદમી પાર્ટીની પ્રતિક્રિયા
દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટના સંયોજક અરવિંદ કેજરીવાલે સંજયસિંહની ધરપકડને ‘ગેરકાયદેસર’ ગણાવી છે.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ (ટ્વિટર) પર કેજરીવાલે લખ્યું, “સંજયસિંહની ધરપકડ બિલકુલ ગેરકાયદેસર છે. આ મોદીજીનો ગભરાટ દર્શાવે છે. ચૂંટણી આવતા સુધી તેઓ વિપક્ષના હજુ ઘણા નેતાની ધરપકડ કરશે.”
દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે સંજયસિંહની ધરપકડ અંગે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે.
ભારદ્વાજે કહ્યું છે, “કોઈ પણ જાતના પુરાવા કે કારણ વગર સંજયસિંહની ધરપકડ કરી લેવાઈ છે. આ એ વાતની સાબિતી છે કે વડા પ્રધાનને ખ્યાલ છે કે તેઓ ચૂંટણી હારી રહ્યા છે. આ નિરાશા, હારની બીક અને ગભરાટ છે, જેના કારણે કેન્દ્રીય એજન્સીઓ પાસેથી આ પ્રકારનાં કામ કરાવાઈ રહ્યાં છે.”
દિલ્હી સરકારનાં વધુ એક મંત્રી આતિશીએ દાવો કર્યો છે કે આ મામલે કેન્દ્ર સરકારના અધિકારી હજુ સુધી ‘એક રૂપિયાનોય ભ્રષ્ટાચાર સાબિત નથી કરી શક્યા.’
ભાજપે શું કહ્યું?
દિલ્હી ભાજપને આ કથિત ગોટાળા અંગે આજે આમ આદમી પાર્ટીની ઑફિસ સામે પ્રદર્શન કરીને કેજરીવાલના રાજીનામાની માગ કરી છે.
તેમજ દિલ્હી ભાજપના પ્રદેશાધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ એક નિવેદન જાહેર કર્યું છે, “સંજયસિંહની ધરપકડથી એક વાત સત્ય થઈ છે, એ એ કે સત્ય ક્યારેય છુપાતું નથી. સંજયસિંહે શરાબ ગોટાળામાં પૈસા ખાધા હતા. ગઈ કાલે જ્યારે દિનેશ અરોડા સરકારી સાક્ષી બન્યા ત્યારે જ નક્કી થઈ ગયેલું કે સંજયસિંહ હવે ધરપકડથી બચી નહીં શકે. સંજયસિંહ બાદ અરવિંદ કેજરીવાલ, હવે જોજો શું થાય છે.”
કૉંગ્રેસે શું કહ્યું?
કૉંગ્રેસે સંજયસિંહની ધરપકડ અંગે પ્રતિક્રિયા આપી છે.
કૉંગ્રેસ નેતા મીમ અફઝલે કહ્યું, “આ તો જે પ્રકારે થવું જોઈતું હતું, જે આ સરકારની રીત છે, એ હિસાબે જ કામ થઈ રહ્યું છે. જે બોલશે, એ અંદર જશે. જે સવાલ પૂછશે, એ અંદર જશે. જે કડક વાત કરી રહ્યો છે, તેને વધુ કડક રીતે ફસાવવાની કોશિશ કરાશે.”
તેમણે કહ્યું, “સંજયજીની આજે ધરપકડ થવી એ મારા માટે કોઈ અચંબાની વાત નથી. જે પ્રકારે તેઓ સંસદ કે તેની બહાર બોલે છે. તેઓ જાહેરમાં વડા પ્રધાન અને તેમના નેતાઓને પડકારે છે, આનાથી તેમનું જેલ જવાનું નક્કી જ હતું, કારણ કે આ જ રીત આજકાલ ભાજપ ભજવી રહ્યો છે. તેમણે એક ધારો જ પાડી દીધો છે કે જે બોલે તેને જેલમાં પૂરી દો.”
નવી શરાબનીતિ ગોટાળા અંગે ખબર કેવી રીતે પડી?
8 જુલાઈ, વર્ષ 2022ના રોજ દિલ્હીના મુખ્ય સચિવ નરેશકુમારે ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેના, આર્થિક અપરાધ શાખા, દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને એક રિપોર્ટ મોકલ્યો હતો.
આ રિપોર્ટ પબ્લિક ડોમેઇનમાં નથી, પરંતુ ઇન્ડિયન એક્સપ્રેસ, ન્યૂઝલૉન્ડ્રી જેવાં તમામ મીડિયા સંસ્થાનોએ વિશ્વસનીય સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે આમાં એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના પ્રભારી હોવાને કારણે સિસોદિયા પર ઉપરાજ્યપાલની મંજૂરી વગર નવી આબકારી નીતિ થકી અયોગ્યપણે કમાણી કર્યાના આરોપ લાગ્યા છે.
શું હતો કથિત શરાબ ગોટાળો?
દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય સક્સેનાએ દિલ્હી સરકારની 2021ની ઍક્સાઇઝ નીતિની સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાનો આદેશ 2022ની 22 જુલાઈએ આપ્યો હતો.
સીબીઆઈનાં સૂત્રોના જણાવ્યા મુજબ, કોરોના મહામારીને લીધે દારૂના બિઝનેસમાં થયેલી ખોટનો હવાલો આપીને આ નીતિમાં લાઇસન્સ ફી ખતમ કરી નખાઈ હતી. તેને લીધે દિલ્હી સરકારને રૂ. 140 કરોડનું નુકસાન થયું હતું.
લાઇસન્સ આપવા માટે લાંચ લેવામાં આવી હતી અને તે પૈસાનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ પંજાબમાં ચૂંટણી લડવા માટે કર્યો હોવાનું પણ કહેવામાં આવ્યું હતું.
ઉપરાજ્યપાલે દિલ્હીના ચીફ સેક્રેટરી નરેશકુમારને અધિકારીઓએ આ નવી નીતિના નિર્માણ મામલે કરેલ યોગદાન, સુધારા અને તેના અમલીકરણ બાબતે રિપોર્ટ તૈયાર કરવા જણાવ્યું હતું.
કુમારે પોતાના રિપોર્ટમાં નોંધ્યું કે દિલ્હીની શરાબનીતિમાં બદલાવ ઉપરાજ્યપાલની મંજૂરી વગર કરાયું છે, જેનાથી શરાબના ખાનગી વેપારીઓને 'ખોટી રીતે ફાયદો' કરાયો હતો.
કુમારે આ નીતિ અંગે ઘણા પ્રક્રિયાસંબંધિત ત્રુટીઓ ગણાવી હતી. આ નીતિ અંતર્ગત કોરોનાના કારણે 144.36 કરોડ રૂપિયાની લાઇસન્સ ફીમાં છૂટ અપાઈ હતી.
જેના માટે ઉપરાજ્યપાલની મંજૂરી લેવાઈ નહોતી. પ્રતિ બિયર 50 રૂપિયાની ઇમ્પૉર્ટ પાસ ફી માફ કરાઈ હતી. જેના કારણે સરકારને ભારે નુકસાન થયું છે. અને સામેની તરફે લાઇસન્સધારકોને ભારે ફાયદો થયો છે.
દિલ્હી એક્સાઇઝ રુલ્સ, 2010 અને ટ્રાન્ઝેક્શ ઑફ બિઝનેસ રુલ્સ, 1993 અંતર્ગત આમાં કોઈ પણ પ્રકારના ફેરફાર માટે ઉપરાજ્યપાલ અને કૅબિનેટની મંજૂરી લેવી આવશ્યક છે.
જો એવું ન કરવામાં આવે તો આ બદલાવ ગેરકાયદેસર ઠરે છે. આ કારણે જ દિલ્હી પોલીસનો ઇકૉનૉમિક ઑફેસન્સ વિંગ અને સીબીઆઈએ આ સમગ્ર મામલે તપાસ આદરી હતી.
નોંધનીય છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે આ કાર્યવાહીની ટીકા કરી હતી અને ટ્વિટર પર લખ્યું હતું કે, "વિશ્વના શ્રેષ્ઠ દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય સક્સેનાએ દિલ્હી સરકારની 2021ની ઍક્સાઇઝ નીતિની સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાનો આદેશ 2022ની 22 જુલાઈએ આપ્યો હતો.
સીબીઆઈનાં સૂત્રોના જણાવ્યા મુજબ, કોરોના મહામારીને લીધે દારૂના બિઝનેસમાં થયેલી ખોટનો હવાલો આપીને આ નીતિમાં લાઇસન્સ ફી ખતમ કરી નખાઈ હતી. તેને લીધે દિલ્હી સરકારને રૂ. 140 કરોડનું નુકસાન થયું હતું.
લાઇસન્સ આપવા માટે લાંચ લેવામાં આવી હતી અને તે પૈસાનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ પંજાબમાં ચૂંટણી લડવા માટે કર્યો હોવાનું પણ કહેવામાં આવ્યું હતું.
ઉપરાજ્યપાલે દિલ્હીના ચીફ સેક્રેટરી નરેશકુમારને અધિકારીઓએ આ નવી નીતિના નિર્માણ મામલે કરેલ યોગદાન, સુધારા અને તેના અમલીકરણ બાબતે રિપોર્ટ તૈયાર કરવા જણાવ્યું હતું.
કુમારે પોતાના રિપોર્ટમાં નોંધ્યું કે દિલ્હીની શરાબનીતિમાં બદલાવ ઉપરાજ્યપાલની મંજૂરી વગર કરાયું છે, જેનાથી શરાબના ખાનગી વેપારીઓને 'ખોટી રીતે ફાયદો' કરાયો હતો.
કુમારે આ નીતિ અંગે ઘણા પ્રક્રિયાસંબંધિત ત્રુટીઓ ગણાવી હતી. આ નીતિ અંતર્ગત કોરોનાના કારણે 144.36 કરોડ રૂપિયાની લાઇસન્સ ફીમાં છૂટ અપાઈ હતી.
જેના માટે ઉપરાજ્યપાલની મંજૂરી લેવાઈ નહોતી. પ્રતિ બિયર 50 રૂપિયાની ઇમ્પૉર્ટ પાસ ફી માફ કરાઈ હતી. જેના કારણે સરકારને ભારે નુકસાન થયું છે. અને સામેની તરફે લાઇસન્સધારકોને ભારે ફાયદો થયો છે.
દિલ્હી એક્સાઇઝ રુલ્સ, 2010 અને ટ્રાન્ઝેક્શ ઑફ બિઝનેસ રુલ્સ, 1993 અંતર્ગત આમાં કોઈ પણ પ્રકારના ફેરફાર માટે ઉપરાજ્યપાલ અને કૅબિનેટની મંજૂરી લેવી આવશ્યક છે.
જો એવું ન કરવામાં આવે તો આ બદલાવ ગેરકાયદેસર ઠરે છે. આ કારણે જ દિલ્હી પોલીસનો ઇકૉનૉમિક ઑફેસન્સ વિંગ અને સીબીઆઈએ આ સમગ્ર મામલે તપાસ આદરી હતી.
નોંધનીય છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે આ કાર્યવાહીની ટીકા કરી હતી અને ટ્વિટર પર લખ્યું હતું કે, "વિશ્વના શ્રેષ્ટ શિક્ષણમંત્રી જાહેર કરાયેલ એવા મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈ દરોડો પાડવા માટે પહોંચી છે."
સીબીઆઈની તપાસ દરમિયાન, 2021ની ઉપરોક્ત નીતિ 2022ની પહેલી ઑગસ્ટથી બદલવાની જાહેરાત સિસોદિયાએ કરી હતી અને જણાવ્યું હતું કે દારૂ હવે માત્ર સરકારી દુકાનોમાં જ વેચવામાં આવશે. 2021માં દારૂની તમામ સરકારી દુકાનો ખાનગી હાથમાં સોંપી દેવામાં આવી હતી.
2021માં નવી દારૂનીતિના અમલ વખતે કેજરીવાલ સરકારે જણાવ્યું હતું કે નવી નીતિથી સરકારની મહેસૂલી આવકમાં રૂપિયા 3,500 કરોડ સુધીનો વધારો થશે. જોકે, રાજ્યના વડા સચિવના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે વધારાને બદલે દિલ્હી સરકારની મહેસૂલી આવકમાં ઘટાડો થયો હતો.
ચીફ સેક્રેટરીના તે રિપોર્ટને આધારે ઉપ-રાજ્યપાલે સીબીઆઈ દ્વારા તપાસનો આદેશ આપ્યો હતો. એ પછી સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)ની કાર્યવાહી બાદ સીબીઆઈ સિસોદિયાના ઘરના દરવાજે ટકોરા મારશે તેવું અનુમાન કરવામાં આવતું હતું ત્યાં જ સીબીઆઈએ મનીષ સિસોદિયાના ઘર પર દરોડો પાડ્યો હતો.
એફઆઈઆરમાં સિસોદિયા સહિત 15 આરોપીનાં નામ હતાં. તેમાં તત્કાલીન ઍક્સાઇઝ કમિશનર સહિતના ત્રણ અધિકારીનો પણ સમાવેશ થાય છે. આ લોકો પર ગુનાહિત ષડ્યંત્ર રચવાનો અને છેતરપિંડી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
બાદમાં જેલમાંથી જ સિસોદિયાની પ્રવર્તન નિદેશાલયે પણ ધરપકડ કરી હતી.ત્રી જાહેર કરાયેલ એવા મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈ દરોડો પાડવા માટે પહોંચી છે."
સીબીઆઈની તપાસ દરમિયાન, 2021ની ઉપરોક્ત નીતિ 2022ની પહેલી ઑગસ્ટથી બદલવાની જાહેરાત સિસોદિયાએ કરી હતી અને જણાવ્યું હતું કે દારૂ હવે માત્ર સરકારી દુકાનોમાં જ વેચવામાં આવશે. 2021માં દારૂની તમામ સરકારી દુકાનો ખાનગી હાથમાં સોંપી દેવામાં આવી હતી.
2021માં નવી દારૂનીતિના અમલ વખતે કેજરીવાલ સરકારે જણાવ્યું હતું કે નવી નીતિથી સરકારની મહેસૂલી આવકમાં રૂપિયા 3,500 કરોડ સુધીનો વધારો થશે. જોકે, રાજ્યના વડા સચિવના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે વધારાને બદલે દિલ્હી સરકારની મહેસૂલી આવકમાં ઘટાડો થયો હતો.
ચીફ સેક્રેટરીના તે રિપોર્ટને આધારે ઉપ-રાજ્યપાલે સીબીઆઈ દ્વારા તપાસનો આદેશ આપ્યો હતો. એ પછી સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)ની કાર્યવાહી બાદ સીબીઆઈ સિસોદિયાના ઘરના દરવાજે ટકોરા મારશે તેવું અનુમાન કરવામાં આવતું હતું ત્યાં જ સીબીઆઈએ મનીષ સિસોદિયાના ઘર પર દરોડો પાડ્યો હતો.
એફઆઈઆરમાં સિસોદિયા સહિત 15 આરોપીનાં નામ હતાં. તેમાં તત્કાલીન ઍક્સાઇઝ કમિશનર સહિતના ત્રણ અધિકારીનો પણ સમાવેશ થાય છે. આ લોકો પર ગુનાહિત ષડ્યંત્ર રચવાનો અને છેતરપિંડી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
બાદમાં જેલમાંથી જ સિસોદિયાની પ્રવર્તન નિદેશાલયે પણ ધરપકડ કરી હતી.