પાલનપુર પુલદુર્ઘટના: પરિવારની પીડા ‘6 મહિના પહેલાં પત્ની અને હવે દીકરો ગુમાવ્યો’

પાલનપુર પુલદુર્ઘટના: પરિવારની પીડા ‘6 મહિના પહેલાં પત્ની અને હવે દીકરો ગુમાવ્યો’
પ્રકાશિત

બનાસકાંઠાના પાલનપુરમાં બ્રિજનો એક ભાગ તૂટી પડતા બે લોકોના મૃત્યુ નીપજ્યાં હતાં. આ દુર્ધટનામાં અજયે પોતાનો જીવ ગુમાવ્યો હતો. પરિવારનું ભરણપોષણ કરનારા અજયના મૃત્યુના સમાચારથી સમગ્ર પરિવાર શોકમાં છે.

આવી રીતે અચાનક મૃત્યુ બાદ તેમની બે વર્ષની દીકરી પિતાવિહોણી થઈ ગઈ છે.

પરિવારજનોએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે 11 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમની માગ છે કે તેમને ન્યાય મળે અને પરિવારના ભરપોષણ માટેની વ્યવસ્થા કરવામાં આવે.