You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ મહિલા, જેણે યૂટ્યૂબથી પોતાના રસોઈના શોખને ફરી જીવંત કર્યો
54 વર્ષનાં યૂટ્યૂબર અરુણાબહેન સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી યૂટ્યૂબ પર વીડિયો અપલોડ કરે છે. તેમની યૂટ્યૂબની સફર ઘરના રસોડાથી જ શરૂ થઈ અને આજે તેમની સાથે યૂટ્યૂબ પર લાખો લોકો જોડાયા છે.
યૂટ્યૂબ પર તેમના 11 લાખ કરતાં વધારે સબ્સ્ક્રાઇબર છે.
અરુણાબહેન પોતાના રસોઈ બનાવવાના શોખને લોકો સુધી લઈ ગયા અને આજે તેના થકી તેઓ લાખો રૂપિયાની આવક પણ મેળવે છે.
અરુણાબહેન પોતાના ઘરના રસોડામાં જ વીડિયો બનાવે છે. આ વીડિયો બનાવવા માટે તેમના પુત્ર તેમની મદદ કરે છે.
અરુણાબહેને અત્યાર સુધીમાં પંદરસોથી વધારે વીડિયો પોતાની યૂટ્યૂબ ચેનલ પર અપલોડ કર્યા છે.
તેમના વીડિયો થકી તેમણે ચાર વર્ષમાં યૂટ્યૂબ સિલ્વર અને ગોલ્ડ બટન પણ મેળવ્યું છે.
અરુણાબહેન બીબીસી સાથે વાત કરતાં કહે છે કે, "મેં ક્યારેય પહેલાં કૅમેરા સામે જોઇને બોલ્યું ન હતું. આથી શરૂઆતમાં ગભરાઈ જતી અને ભૂલો પણ થતી હતી. પણ ધીમેધીમે મને આદત પડતી ગઈ."
તેઓ કહે છે કે, "મારા પુત્રએ અને પરિવારના સભ્યોએ મને સતત સપોર્ટ કર્યો અને હું આટલે સુધી પહોંચી છું."
હવે તેમણે હિન્દીમાં પણ પોતાની રસોઈની યુટ્યૂબ ચેનલ તાજેતરમાં શરૂ કરી છે.
તેમની હિન્દી ચેનલમાં પણ 25 હજારથી વધુ સબસ્ક્રાઇબર્સ છે.
જુઓ અરૂણાબહેનની સફર આ વીડિયોમાં...
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન