ડીસા: ફટાકડા ફૅકટરીમાં બ્લાસ્ટ બાદ પોતાના પુત્રોને શોધી રહેલાં માતાની વ્યથા

ડીસા: ફટાકડા ફૅકટરીમાં બ્લાસ્ટ બાદ પોતાના પુત્રોને શોધી રહેલાં માતાની વ્યથા
પ્રકાશિત

બનાસકાંઠાના ડીસાના ફટાકડાના ગોડાઉનમાં થયેલી દુર્ઘટનાએ નિર્દોષ જિંદગીઓનો ભોગ લીધો છે.

આ દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ 18થી વધુ શ્રમિકોનાં મોત થયાં છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર ધડાકાનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. ફાયર ફાઇટર અને એસડીઆરએફની ટીમે તાબડતોડ ઘટનાસ્થળે જઈને કામગીરી હાથ ધરી હતી.

શ્રમિકોના પરિવારજનોના આક્રંદથી માહોલ ગમગીન બની ગયો હતો.

આ દુર્ઘટનાનો ભોગ બનેલા પુત્રોની માતાનું આક્રંદ પાષાણ હદયના માનવીને પણ પિગળાવી નાખે એવું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.