એટલું શક્તિશાળી વાવાઝોડું જેણે ત્રણ દેશમાં સર્જી તારાજી
એશિયામાં ઉદ્ભવેલું આ વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું ‘યાગી’ હવે વિયેતનામના ઉત્તર ભાગ પર ત્રાટક્યું હતું.
બીબીસી સંવાદદાતા મેગન ફિશરના અહેવાલ અનુસાર આ વાવાઝોડું વિયેતનામના હેઇ ફોંગ અને ક્વાંગ નિન્હ પ્રાંત પર આજે સવારે ત્રાટક્યું છે અને તેની ઝડપ તે સમયે 203 કિલોમીટર પ્રતિ કલાક હતી.
આ વાવાઝોડું ‘સુપર ટાયફૂન’ છે અને તેની કૅટેગરી-5ના વાવાઝોડા તરીકે ગણતરી થાય છે.
સમાચાર એજન્સી એએફપીએ નોંધ્યું છે કે આ વાવાઝોડાને કારણે હેઇ ફોંગ પ્રાંતમાં ચારેકોર પતરાં અને સાઇન-બૉર્ડ ઊડી ગયેલાં જોવાં મળે છે.
એજન્સી પ્રમાણે વિયેતનામમાં એક વ્યક્તિનું ઝાડ પડવાને કારણે મૃત્યુ પણ થયું હતું.
આ વાવાઝોડું ચીનના હવાઈ પ્રાંતમાં આવેલ પ્રખ્યાત હૈનાન ટાપુમાં વિનાશ વેરીને આગળ વધ્યું હતું.
કો ઘાયલ થયા છે.
એ પહેલાં ચીનના હૈનાન ટાપુ પરથી ગઇકાલે ચાર લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. દેશના અમુક વિસ્તારોમાં ટ્રેન અને ફ્લાઇટની સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી તથા શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.
ચીનના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો દર્શાવે છે કે હૈનાન પ્રાંતના ટાવરોની બારીઓ ઉખડીને ઊડી ગઈ છે.
વીજળી બંધ થવાને કારણે 8.30 લાખ લોકોને અસર થઈ છે અને અનેક ખેતરોમાં પાકનો નાશ થઈ ગયો છે.
આ સુપર ટાયફૂન એ કેટેગરી-5નું વાવાઝોડું છે અને ઉત્તર ફિલિપીન્ઝમાં ત્રાટક્યાં પછી તેની શક્તિ બેગણી થઈ ગઈ હતી.
ઉત્તર ફિલિપીન્ઝમાં પણ આ વાવાઝોડાને કારણે પૂર તથા ભૂસ્ખલનથી 13 લોકોનાં મોત થયાં છે, જ્યારે હજારો લોકોએ સ્થળાંતર કરવું પડ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)



