વડોદરા: અકસ્માત બાદ પગનું હાડકું ગુમાવ્યું, હવે એ જ યુવતીએ કિક-બૉક્સિંગમાં દેશનું નામ રોશન કર્યું
વડોદરા: અકસ્માત બાદ પગનું હાડકું ગુમાવ્યું, હવે એ જ યુવતીએ કિક-બૉક્સિંગમાં દેશનું નામ રોશન કર્યું
પ્રકાશિત
"જીવનમાં મુશ્કેલી આવે ત્યારે બે રસ્તા હોય છે – એક તો સમસ્યાનું દુ:ખ મનાવવું અને બીજો મુશ્કેલીનું સમાધાન કરો, હિંમત કરો અને આગળ વધો. મેં મારા જીવનમાં આ બીજો વિકલ્પ પસંદ કર્યો છે."
આ શબ્દો છે ભારત તરફથી કિકબૉક્સિંગની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં રમીને મેડલ જીતનારાં 18 વર્ષની ડિંકલ ગોરખાના.
વડોદરાનાં ડિંકલ ગોરખાને બાળપણમાં જ એકસ્માતમાં પગમાં ગંભીર ઈજા થઈ અને હાડકું તૂટી ગયું.
જોકે, ડિંકલે હિંમત ન હારી અને મોટી થઈ ને કિક બૉક્સિંગ શીખવાનું શરુ કર્યું. આજે ડિંકલ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં મેડલ જીતે છે અને દેશનું નામ રોશન કરે છે.
તેમના પગ પર અનેક ઑપરેશનો થયા છે અને તેમણે પોતાના પિતાને પણ ગુમાવવા પડ્યા હતા.
તેમને કેવો સંઘર્ષ કરવો પડ્યો?
જાણો એમની સફર વિશે...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



