બંગાળની ખાડીમાં આ તારીખે બનશે સિસ્ટમ, ગુજરાતમાં કેટલા દિવસ સુધી ચાલશે વરસાદનો નવો રાઉન્ડ, ક્યાં પડશે ભારે વરસાદ?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ બંગાળ ખાડી સિસ્ટમ સર્ક્યુલેશન

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં હાલ ચોમાસાએ વિરામ લીધો હોય એવી સ્થિતિ છે અને મોટા ભાગના વિસ્તારોમાં હાલ વરસાદ બંધ થઈ ગયો છે.

હવામાન વિભાગ પ્રમાણે આગામી કેટલાક દિવસો સુધી છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. જે બાદ રાજ્યમાં ફરીથી વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

ગુજરાતમાં અત્યાર સુધી લાંબા ગાળાની સરેરાશના 63.89 ટકા વરસાદ પડ્યો છે, પરંતુ ઘણા વિસ્તારોમાં હાલ પૂરતો વરસાદ પડ્યો નથી.

હવામાનનાં વિવિધ મૉડલો અનુસાર રાજ્યમાં જન્માષ્ટમી પછી ફરીથી વરસાદનું જોર વધે એવી શક્યતા છે. બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનવાની શક્યતા છે અને આ સિસ્ટમને કારણે રાજ્યમાં ફરીથી ચોમાસું સક્રિય થવાની શક્યતા છે.

ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં પડે છે, પરંતુ આ વર્ષે જૂન મહિનામાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો હતો. બીજી તરફ ઑગસ્ટ મહિનો અડધો ખૂબ ઓછા વરસાદની સાથે પસાર થવાની શક્યતા છે.

ગુજરાતમાં કઈ તારીખથી ફરી ચોમાસું સક્રિય થશે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ બંગાળ ખાડી સિસ્ટમ સર્ક્યુલેશન

ઇમેજ સ્રોત, IMD

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચારથી પાંચ દિવસ સુધી રાજ્યમાં હળવો અને છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. જે બાદ ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 13 અને 14 ઑગસ્ટની આસપાસ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે અને તે બાદ ધીરેધીરે ઘણા વિસ્તારોમાં વરસાદ વધે તેવી શક્યતા છે.

16 જૂનની આસપાસથી દક્ષિણ ગુજરાત સહિતના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર વધશે અને તે બાદ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

રાજ્યમાં જન્માષ્ટમીની આસપાસથી જ ઘણા વિસ્તારોમાં ફરીથી ચોમાસું સક્રિય થશે અને બાદ લગભગ સાતથી આઠ દિવસ સુધી રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા છે.

હાલની સ્થિતિમાં જો કોઈ ફેરફાર ના થાય તો વરસાદના આ નવા રાઉન્ડમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભવાના પણ દેખાઈ રહી છે.

ગુજરાતમાં ઑગસ્ટ મહિનાના છેલ્લા 15 દિવસોમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે.

બંગાળની ખાડીમાં સિસ્ટમ ક્યારે બનશે અને એ ગુજરાત તરફ આવશે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર અપડેટ બંગાળ ખાડી સિસ્ટમ સર્ક્યુલેશન

ઇમેજ સ્રોત, IMD

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હાલની સ્થિતિ પ્રમાણે બંગાળની ખાડીમાં 13 ઑગસ્ટની આસપાસ એક સિસ્ટમ બનવાની શક્યતા છે અને આ સિસ્ટમ પછી મજબૂત બનશે.

હાલની સ્થિતિ પ્રમાણે 13 કે 14 ઑગસ્ટની આસપાસ આ સિસ્ટમ લૉ-પ્રેશર એરિયા બની જાય તેવી શક્યતા છે તે બાદ તે ભારતના મધ્યભાગ તરફ આગળ વધે તેવી શક્યતા છે.

ગુજરાતમાં આ સિસ્ટમની અસર 16 ઑગસ્ટની આસપાસ થવાની શક્યતા છે અને તે બાદ રાજ્યમાં ભારે વરસાદની શરૂઆત થઈ શકે છે.

હાલ આ સિસ્ટમ ગુજરાત પર જ આવશે કે નહીં તે નક્કી નથી પરંતુ હવામાનનાં વિવિધ મૉડલો અનુસાર તે મહારાષ્ટ્ર પરથી થઈને ગુજરાતની નજીક આવતી જણાય છે.

જો ગુજરાતની નજીક પણ આ સિસ્ટમ આવે તો પણ રાજ્યમાં ખૂબ સારો વરસાદ થવાની સંભાવના છે.

હાલ ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે અને પિયતના અભાવે ઘણા વિસ્તારોમાં પાક સુકાઈ રહ્યા છે.

હવામાન વિભાગે અડધું ચોમાસું પૂર્ણ થયા બાદ કરેલા પૂર્વાનુમાન પ્રમાણે ગુજરાતમાં ઑગસ્ટ અને સપ્ટેમ્બર બંને મહિનામાં સરેરાશ અને કેટલાક વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 206 ડૅમમાંથી 30 ડૅમ જ તેની ક્ષમતાના 100 ટકા સુધી ભરાયા છે બાકીના ઘણા ડૅમોમાં હજી પૂરતો પાણીનો જથ્થો એકઠો થયો નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન