ઉત્તરાયણ: અમદાવાદમાં ધાબા પર કલાકારોનો જમાવડો, 'કાયપો છે' સાથે ગીતોની રમઝટ

વીડિયો કૅપ્શન, Uttarayan : Ahmadabad માં ધાબા પર કલાકારોનો જમાવડો, કાયપો છે સાથે ગીતોની રમઝટ
ઉત્તરાયણ: અમદાવાદમાં ધાબા પર કલાકારોનો જમાવડો, 'કાયપો છે' સાથે ગીતોની રમઝટ
પ્રકાશિત

અમદાવાદ અને એમાં પણ ઉત્તરાયણમાં અમદાવાદ. સામાન્ય દિવસોમાં ધંધાકીય પ્રવૃત્તિઓથી ધમધમતું આ શહેર ઉત્તરાયણના દિવસે તો જાણે ગુજરાતી સંસ્કૃતિનો એક આહ્લાદક અનુભવ બની જાય છે.

દેશવિદેશના મહેમાનો જૂના અમદાવાદની પોળની મજા માણવા પડાપડી કરતા જોવા મળે છે.

અમદાવાદના આકાશમાં લાખો રંગબેરંગી પતંગો અને દેશવિદેશની હસ્તીઓનો જમાવડો એ ઉત્તરાયણ પર સામાન્ય વાત મનાય છે.

કંઈક આવું જ આ ઉત્તરાયણના તહેવારે પણ જોવા મળ્યું. બીબીસી સાથેની આ ખાસ રજૂઆતમાં જુઓ આખરે કયા કલાકારે ક્યાં પતંગ ચગાવ્યા અને કોનો પતંગ કાપ્યો. કયાં ગીતો પર ઝૂમતા જોવા મળ્યા લોકપ્રિય સ્ટાર્સ.

બીબીસી ગુજરાતી, ઉત્તરાયણ, અમદાવાદ, કલાકારો, પતંગબાજી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.