અરબી સમુદ્રની સિસ્ટમ ફંટાઈને મજબૂત બની, ગુજરાતમાં કયાં મંડરાયો વરસાદનો ખતરો?

વીડિયો કૅપ્શન, અરબી સમુદ્રની સિસ્ટમ ફંટાઈને મજબૂત બની, ગુજરાતમાં કયાં મંડરાયો વરસાદનો ખતરો?
અરબી સમુદ્રની સિસ્ટમ ફંટાઈને મજબૂત બની, ગુજરાતમાં કયાં મંડરાયો વરસાદનો ખતરો?
પ્રકાશિત

ગુજરાતમાં ચોમાસાએ સપ્ટેમ્બર મહિનાના અંત સાથે વિદાય લઈ લીધી છે. આમ છતાં આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

અરબ સાગર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાઈ રહી છે, જેમની હલચલ ગુજરાતના હવામાન ઉપર અસર કરતી હોય છે અને સામાન્ય રીતે વરસાદ લાવતી હોય છે.

જોકે, ગુજરાતના અમુક વિસ્તારોમાં હવામાન ઉપર હાલ તો કોઈ અસર નહીં થાય તેવું હવામાન વિભાગનું અનુમાન છે.

ત્યારે આં સિસ્ટમો અને તેની દિશા શું સૂચવે છે અને તેની ગુજરાત ઉપર કઈ રીતે અસર કરશે, તેના ઉપર નજર કરીએ.

અમદાવાદસ્થિત આઇએમડીના રિપોર્ટ પ્રમાણે, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં દરિયાની સપાટીથી 3.1 કિલોમીટરની ઊંચાઈએ અપર ઍર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે.

મધ્ય અને ઉપરી સમતાપ મંડળમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પશ્ચિમી પવન ફૂંકાઈ રહ્યા છે. જે દરિયાની સપાટીથી 5.8 કિલોમીટરની સરેરાશ ઊંચાઈએ ફૂંકાઈ રહ્યા છે.

દક્ષિણ આંદામાન અને તેની આસપાસના વિસ્તારોમાં દરિયાની સરેરાશ સપાટીથી 5.8 કિલોમીટરની ઊંચાઈએ અપર ઍર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં જોવા મળેલો 'વૅલ માર્ક્ડ લૉ-પ્રેશર એરિયા' બુધવારે સવારે 'ડિપ્રેશન'માં ફેરવાઈ ગયો હોવાનું નોંધાયું હતું. જે આગામી 24 કલાક દરમિયાન ધીમી ગતિએ ઉત્તર અને ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે.

બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં શ્રીલંકાની પાસે સર્જાયેલો 'વૅલ માર્ક્ડ લૉ-પ્રેશર એરિયા' બુધવારે સવારે તામિલનાડુના દરિયાકિનારા પાસે પહોંચ્યો હતો, જે ગુરુવાર સુધીમાં 'ડિપ્રેશન'માં ફેરવાય તેવી શક્યતા છે.

બંગાળની સિસ્ટમની અસર હેઠળ આગામી બે-એક દિવસ દરમિયાન મરાઠવાડા, વિદર્ભ અને કોંકણ પટ્ટીમાં ભારે પવન અને ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ચોમાસાએ સપ્ટેમ્બર મહિનાના અંત સાથે વિદાય લઈ લીધી છે. આમ છતાં આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
ગુજરાત હવામાન સમાચાર હવામાન અપડેટ ગુજરાત સમાચાર ગુજરાતીમાં સમાચાર વેધર રિપોર્ટ દીપક ચુડાસમા

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન