You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્રના જલગાંવના અંતરિયાળ વિસ્તારમાં એક મહિલાએ રસ્તા પર બાળકને જન્મ કેમ આપવો પડ્યો?
મહારાષ્ટ્રના જલગાંવના અંતરિયાળ વિસ્તારમાં એક મહિલાએ રસ્તા પર બાળકને જન્મ કેમ આપવો પડ્યો?
પ્રકાશિત
સરકારી ઍમ્બુલન્સ ના મળવાને કારણે એક આદિવાસી મહિલાની પ્રસૂતિ રસ્તા પર જ થઈ. ઘટના મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના બોરમાલી ગામની છે.
મહિલાના પરિવારનો દાવો છે કે તેમણે હૉસ્પિટલને ઍમ્બુલન્સ માટે ઘણી વાર ફોન કર્યો, પરંતુ કોઈ મદદ નહોતી મળી.
આથી મહિલાના પતિ તેમને મોટરસાઇકલ પર હૉસ્પિટલ લઈ જઈ રહ્યા હતા.
જોકે, રસ્તામાં જ તેને પ્રસવ પીડા શરૂ થઈ.
બાદમાં તેમણે રસ્તા પર જ બાળકને જન્મ આપ્યો.
સ્થાનિક મહિલાઓએ પ્રસૂતિમાં મદદ કરી, પરંતુ નાળ કાપતી વખતે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
આ ઘટનાથી લોકોમાં આક્રોશ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન