એ વ્યક્તિ જેણે આખું વર્ષ રોજ 42 કિમી દોડીને 10 કરોડ રૂપિયા એકઠા કર્યા

દોડ અભિયાનને પુરૂ કરતા ગેરીએ બિયર સાથે ઉજવણી કરી હતી

ઇમેજ સ્રોત, CARLOS REINA / PLATINUM LIVE

ઇમેજ કૅપ્શન, દોડ અભિયાનને પુરૂ કરતા ગેરીએ બિયર સાથે ઉજવણી કરી હતી
પ્રકાશિત
બીબીસી ગુજરાતી
  • મૅરેથૉનમૅન ગેરી મેક્કીએ 2022ની 365મી દોડ લગાવીને 10 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા
  • રોજ 42 કિલોમીટર દોડવાનું લક્ષ્ય એમણે એટલા માટે રાખ્યું હતું કે સેલાફિલ્ડ ન્યુક્લિયર સાઈટ પર કામ કરતા અને ત્રણ સંતાનોના પિતા ગેરી મેક્કી રોજ આટલું દોડીને કામે જતા હતા
  • ગેરી મેકકી એ આખા વર્ષની દોડ દરમિયાન 20થી વધુ જોડી જૂતાં બદલ્યાં છે અને 9,500 માઇલ એટલે કે 15,300 કિલોમીટરથી વધુ દોડ્યા છે
  • 'તેમણે બતાવેલી શારીરિક અને માનસિક શક્તિ અગમ્ય છે'
બીબીસી ગુજરાતી

આ એક એવી વ્યક્તિની કહાણી છે જેમણે ગત વર્ષ એટલે કે 2022ના પ્રત્યેક દિવસે દોડવાની પ્રતિજ્ઞા લીધી હતી અને વર્ષના અંતે 15,000 કિલોમીટર કરતાં વધુ દોડીને લક્ષ્યને આંબ્યું હતું.

આ રીતે યુકેના કુમ્બ્રિયા પ્રાંતના ક્લીએટર મૂર ગામના મૅરેથૉનમૅન ગેરી મેક્કીએ 2022ની 365મી દોડ લગાવીને 10 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા.

ગેરી મેક્કીએ 1 જાન્યુઆરી, 2021ના રોજ આ દાનની રકમને મેકમિલન કૅન્સર સપોર્ટ અને વેસ્ટ કુમ્બ્રિયા હોસ્પાઈસ એટ હોમ વચ્ચે વહેંચી દેવાની જાહેરાત સાથે પોતાની અતિ કઠિન પ્રતિજ્ઞા પૂરી કરવા માટે નીકળી ગયા હતા.

રોજ 42 કિલોમીટર દોડવાનું લક્ષ્ય એમણે એટલા માટે રાખ્યું હતું કે સેલાફિલ્ડ ન્યુક્લિયર સાઈટ પર કામ કરતા અને ત્રણ સંતાનના પિતા ગેરી મેક્કી રોજ આટલું દોડીને કામે જતા હતા.

આખરે વર્ષના છેલ્લા દિવસે 42 કિલોમીટરની દોડ પૂર્ણ કરી એ સાથે જ ગેરીએ તેમને મળેલા "શાનદાર" સ્વાગત બદલ આભાર માન્યો હતો.

ગેરી મેક્કીએ પાછળથી એક ટ્વીટ કરીને જાહેર કર્યું કે તેઓ સખાવતી સંસ્થાઓની સહાય માટે તેમણે 1 મિલિયન પાઉન્ડ એટલે કે 10 કરોડ રૂપિયા ઉપરાંતની રકમના લક્ષ્યને પણ પ્રાપ્ત કરી લીધું છે.

ભારે ભીડે ગેરીને પ્રોત્સાહિત કર્યા અને તેમણે તેમના નવીનતમ પડકારને બપોરના 2 વાગ્યે (ભારતીય સમયાનુસાર) વાગ્યે શરૂ કર્યો અને ફટાકડાના પ્રદર્શનની સાથે તેમણે 365માં દિવસે લગભગ રાતના 7.30 વાગ્યા પર પાર કર્યો.

ગેરી મેકકી એ આખા વર્ષની દોડ દરમિયાન 20થી વધુ જોડી જૂતાં બદલ્યાં છે અને 9,500 માઇલ એટલે કે 15,300 કિલોમીટરથી વધુ દોડ્યા છે.

પડકારને પૂર્ણ કર્યા બાદ તેમણે કહ્યું: "શેરીએ લાઇનો લાગી હતી. વરસાદ પડી રહ્યો હતો, પરંતુ દરેક જણ તાળીઓ સાથે વધાવી રહ્યા હતા.”

"જનસમૂહને જોઈને બહુ સારું લાગતું હતું. મારા માટે આ યાદગાર અનુભવ રહેશે."

ગ્રે લાઇન

'સિદ્ધિ અને નિઃસ્વાર્થ અમાપ છે'

ગેરીની આખરી દોડ વખતે ડઝનો શુભેચ્છકો એકઠાં થયાં હતાં
ઇમેજ કૅપ્શન, ગેરીની આખરી દોડ વખતે ડઝનો શુભેચ્છકો એકઠાં થયાં હતાં
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દિવસની શરૂઆતમાં તેમણે બીબીસી બ્રેકફાસ્ટને કહ્યું કે તેમને "અસાધારણ" સમર્થન મળ્યું છે પરંતુ અંતિમ પડાવ પહેલાં તેઓ "થોડા નર્વસ" હતા.

નર્વસ થવાનું કારણ જણાવતા તેઓ કહે છે, "અંતર કે થાકના કારણે નહીં પણ તે છેલ્લો દિવસ હતો એટલે. તે એક ખાસ દિવસ બની રહેશે. કૅન્સર દરેકને અસર કરે છે. તે માત્ર પશ્ચિમ કુમ્બ્રિયનને નથી લાગુ પડતું, આખા દેશને લાગુ પડે છે.”

"મને એટલી જ આશા હતી કે લોકો અમારો સાથ આપશે તો અમે મિલિયન પાઉન્ડ એકઠા કરી લઈશું. જો અમે નહીં દોડીએ તો એકઠા નહીં થાય, કારણ કે મેં આ પહેલાં 365 મૅરેથૉન દોડી નહોતી.”

"નક્કી કર્યું કે અમે દરેક દિવસની ઉજવણી કરીશું, હસતાં રમતાં દોડીશું."

હોસ્પાઇસ એટ હોમ વેસ્ટ કુમ્બ્રિયા માટે ફંડ અને કૉમ્યુનિકેશનના નિયામક હેલી મેકકેએ કહ્યું: "આ અવિશ્વસનીય પ્રતિજ્ઞા પૂરી કરવા બદલ અમે ગેરીના કેટલા આભારી છીએ તે શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે.”

તેમણે બતાવેલી શારીરિક અને માનસિક શક્તિ અગમ્ય છે.

"ગેરીએ માત્ર બે સખાવતી સંસ્થાઓ માટે નાણાં એકત્ર કરવા સાથે સ્થાનિક સમુદાય પર જાદુની ભૂરકી છાંટી છે અને પોતાની પ્રતિજ્ઞાની પૂર્તિ માટે લોકોને સાથે જોડ્યા છે."

મેકમિલન કૅન્સર સપૉર્ટ ફંડ રેઈઝિંગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ક્લૅર રોનીએ ઉમેર્યું: "ગેરીની સિદ્ધિ અને નિઃસ્વાર્થતા અમાપ છે.”

"આ વર્ષે પ્રત્યેક દિવસે, આ અસાધારણ વ્યક્તિએ મેકમિલન અને હૉસ્પાઇસ એટ હોમ વેસ્ટ કુમ્બ્રિયા માટે નાણાં એકત્ર કરવા મૅરેથૉન દ્વારા પોતાનું શરીર નિચોવ્યું છે.”

"હું ફક્ત આ હાંસલ કરવા માટે જરૂરી એવા સ્વ-શિસ્ત અને નિશ્ચયની કલ્પના કરી શકું છું અને જ્યારે અતિશય જરૂરના સમયે મેકમિલનના કૅન્સરપીડિત લોકોને મદદ કરવા માટે તેમણે જે કર્યું છે તેના માટે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે મારી પાસે પૂરતા શબ્દો નથી."

રેડ લાઇન
રેડ લાઇન