ભારતીય મૂળની આઠ વર્ષીય બાળકીએ યુરોપ ચેસ ચૅમ્પિયનશિપમાં મોટી વયના ખેલાડીઓને હરાવીને ઇતિહાસ સર્જ્યો

ભારતીય મૂળની આઠ વર્ષીય બાળકીએ યુરોપ ચેસ ચૅમ્પિયનશિપમાં મોટી વયના ખેલાડીઓને હરાવીને ઇતિહાસ સર્જ્યો
પ્રકાશિત

ક્રોએશિયામાં યોજાયેલી યુરોપ ચેસ ચૅમ્પિયનશિપમાં લંડનની આઠ વર્ષની બાળકીએ મોટી વયના ખેલાડીઓને હરાવીને ઇતિહાસ સર્જ્યો છે.

આ બાળકીએ ક્રોએશિયામાં યોજાયેલી યુરોપ ચેસ ચૅમ્પિયનશીપમાં બેસ્ટ ફિમેલ પ્લેયરનો ખિતાબ જીત્યો છે.

તેણે તેનાથી 30થી પણ વધુ વર્ષના આંતરરાષ્ટ્રીય માસ્ટરને માત આપી. ફાઇનલમાં બે વાર રોમાનિયા ચૅમ્પિયનશીપના ગ્રાન્ડ માસ્ટર કે જે 54 વર્ષના છે તેમની સામે મૅચ ડ્રો કરી.

યુરોપિયન બ્લિટ્સ ચેસમાં તેઓ ફિમેલ ચૅમ્પિયનનો ખિતાબ જીતવામાં સફળ રહ્યાં.

સમય સામે તે પોતાનું ચેસ કૌશલ્ય દેખાડવામાં કૂલ 554 પ્લેયર્સ સામે સફળ રહ્યાં. આ ખેલાડીઓમાં સૌથી વધુ વયસ્ક ખેલાડીઓ હતાં.

જાણો આ બાળકીની આખી કહાણી આ વીડિયો અહેવાલમાં.