ગુજરાત હવામાન : ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે? ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓમાં થશે અસર

ગુજરાત હવામાન : ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે? ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓમાં થશે અસર

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ગત અઠવાડિયા પહેલાં ગુજરાતમાં પડેલા ધમકેદાર વરસાદ બાદ આ અઠવાડિયે વરસાદે વિરામ લીધો છે.

અતિભારે વરસાદને કારણે દક્ષિણ સહિત ઉત્તર ગુજરાતમાં ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. ત્યારબાદના વિરામને કારણે લોકોને રાહત થઈ હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 1 જૂનથી 6 ઑગસ્ટ સુધીમાં સામાન્ય કરતાં 13 ટકા વધારે વરસાદ થયો છે. રાજ્યમાં સરેરાશ વધારે વરસાદ થયો છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પૂરતો વરસાદ થયો નથી.

ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં અવગણી શકે તેટલો એક ઇંચથી પણ ઓછો વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે.

ત્યારે હવે ફરીથી ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે.

ખાસ કરીને 8થી 10 તારીખ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ વધશે.

તેમાં ઉત્તર ગુજરાતને લઈને પણ હવામાન વિભાગે વરસાદની એક આગાહી કરી છે.

આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓ થઈ શકે છે વરસાદથી પ્રભાવિત

ગુજરાત હવામાન : ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે? ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓમાં થશે અસર

ઇમેજ સ્રોત, imd

રાજ્ય હવામાન વિભાગની આગાહી અનુસાર આજે આઠ જુલાઇના દિવસે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

9 ઑગસ્ટની સ્થિતિએ હવામાન વિભાગે આગાહી કરી છે, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જેવા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

10 ઑગસ્ટની સ્થિતિએ , બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓના છૂટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

11 ઑગસ્ટની સ્થિતિએ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ હળવામધ્યમ વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગે 12 અને 13 ઑગસ્ટને લઈને પણ આગાહી કરી છે કે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તથા દમણ, દાદરા અને નગર હવેલીમાં થોડાં સ્થળોએ અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

દેશમાં વરસાદની શું સ્થિતિ

ગુજરાત હવામાન : ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે? ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓમાં થશે અસર

ઇમેજ સ્રોત, imd

હવામાન વિભાગ અનુસાર, ભારતમાં મોનસૂન ટ્રફ ગંગાનગર, દિલ્હી, દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તાર પરના લો પ્રેશર એરિયાના કેન્દ્ર, રાંચી, દીઘા અને ત્યાંથી દક્ષિણ-પૂર્વ તરફ પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાંથી પણ સાર થઈ રહી છે

દક્ષિણ ગંગા ક્ષેત્રના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ પર ઍર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે.

તેની અસર હેઠળ, આગામી 24 કલાક દરમિયાન ગંગા ક્ષેત્રના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારો અને અડીને આવેલા ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર લો પ્રેશર વિસ્તાર રચાય તેવી શક્યતા છે.

તે પછીના 48 કલાક દરમિયાન પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશા, ઝારખંડ અને ઉત્તર છત્તીસગઢ થઈને મોનસૂન ટ્રફ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની ખૂબ સંભાવના છે.

મધ્ય અને ઉપરી ટ્રોપોસ્ફેરિક પશ્ચિમી પવનોમાં ટ્રફ તરીકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યથાવત છે.

છેલ્લા 24 કલાકમાં વરસાદની સ્થિતિ કેવી રહી?

ગુજરાત હવામાન : ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે? ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓમાં થશે અસર

ઇમેજ સ્રોત, Getty Images

છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો સહિત ઉત્તર ગુજરાત વિસ્તારમાં છૂટાછવાયાં સ્થળોએ વરસાદ પડ્યો હતો તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન સૂકું રહ્યું હતું.

સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, તારીખ છેલ્લા 24 કલાકમાં વાગ્યા દક્ષિણ ગુજરાતના કેટલાક તાલુકાઓમાં હળવો વરસાદ જે અવગણી શકે તેટલો એક ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે.

તેમાં ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં 0.08 ઇંચ અને નવસારી જિલ્લાના ચીખલીમાં 0.08 ઇંચ વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત, અને વલસાડના નાનાપોંઢા અને ડાંગના સુબિર તાલુકામાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન