ક્લાઇમેટ ચેન્જ : ફિનલૅન્ડના સૌથી મહત્ત્વાકાંક્ષી 'ગ્રીન સિટી'નું નેતૃત્વ કરતી મહિલાઓની કહાણી

ક્લાઇમેટ ચેન્જ : ફિનલૅન્ડના સૌથી મહત્ત્વાકાંક્ષી 'ગ્રીન સિટી'નું નેતૃત્વ કરતી મહિલાઓની કહાણી
પ્રકાશિત

ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં ઠંડીનો ચમકારો ઘટીને ગરમીનું જોર વધવાની શરૂઆત થઈ ચૂકી છે. ઉનાળો જ્યારે જામવાની તૈયારી છે ત્યારે દર વર્ષની માફક ક્લાઇમેટ ચેન્જને કારણે વધી રહેલી ગરમી અંગે ચર્ચા ફરી શરૂ થઈ શકે છે.

ત્યારે જાણીએ એક એવા શહેર વિશે જેણે ક્લાઇમેટ ચેન્જ સામે ઝઝૂમવાનું બીડું ઝડપ્યું છે. આ છે ફિનલૅન્ડનું તુર્કુ શહેર.

તુર્કુ શહેર ક્લાઇમેટ ચેન્જ મામલે મહત્ત્વાકાંક્ષી અભિગમ ધરાવે છે.

તે 2029 સુધીમાં ફિનલૅન્ડનું પહેલું કાર્બન ન્યુટ્રલ શહેર બનવાની યોજના ધરાવે છે.

તુર્કુ શહેરનું માથાદીઠ કાર્બન ઉત્સર્જન સૌથી ઓછું છે, કારણ કે આંશિક રીતે તે ગટરમાંથી સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરે છે.

આ શહેરની બીજી ખાસ વાત એ છે કે તેના આ મહત્ત્વાકાંક્ષી હેતુપ્રાપ્તિ માટે શહેરની મહિલાઓ પ્રયાસ કરવા મામલે અગ્રેસર છે.

જુઓ, કેવી રીતે આ મહિલાઓ પોતાની આગેવાનીમાં દુનિયાને બહેતર આવતી કાલ માટેનો રસ્તો બતાવી રહ્યાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.