You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ચોમાસા પહેલાં જ આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ?
હવામાન વિભાગે 26 મેની આસપાસ એટલે કે આજથી કેરળમાં ચોમાસું આવવાની આગાહી કરી છે. વરસાદની સ્થિતિ અનુકૂળ રહે તો કેરળમાં એક કે બે દિવસની અંદર ચોમાસું પ્રવેશી શકે છે.
હાલમાં કેરળમાં સતત બે દિવસથી સતત છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. તો ગુજરાતમાં પણ ચોમાસું તેના નિર્ધારિત સમયે આવવાની શક્યતા છે.
જો હાલની પરિસ્થિતિ અનુકૂળ રહે તો ગુજરાતમાં 10થી 15 જૂનની આસપાસ ચોમાસું આવવાની શક્યતા છે.
પરંતુ હવામાન વિભાગ અનુસાર, ચોમાસું આવે તે પહેલાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ આવી શકે છે.
ભારતમાં હવામાન વિભાગે 26મેની આસપાસ એટલે કે આજથી કેરળમાં ચોમાસું આવવાની આગાહી કરી હતી. જોકે છેલ્લા બે દિવસથી ચોમાસું લક્ષદ્વીપના ટાપુઓ પર નથી પહોંચ્યું.
જોકે હાલની પરિસ્થિતિની અનુકૂળતાને ધ્યાનમાં રાખીએ, તો ગુજરાતમાં 10થી 15 જૂનની આસપાસ ચોમાસું આવવાની શક્યતા છે.
આવો જાણીએ કયા કયા વિસ્તારોમાં ક્યારે ચોમાસા પહેલાં વરસાદ પડી શકે છે?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન