અરવલ્લીમાં આ યુવાને કન્સ્ટ્રક્શનનું કામ છોડી પ્રાકૃતિક ખેતી કેમ શરૂ કરી?

અરવલ્લીમાં આ યુવાને કન્સ્ટ્રક્શનનું કામ છોડી પ્રાકૃતિક ખેતી કેમ શરૂ કરી?
પ્રકાશિત

અરવલ્લી જિલ્લાના વાસજીપુર ગામના યુવાન ખેડૂત ભાવેશ પટેલ પ્રાકૃતિક ખેતી કરે છે અને લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે માર્ગદર્શન આપે છે.

તેમણે પોતાનાં ખેતરમાં અલગ ફળ અને શાકભાજીનું પ્રાકૃતિક રીતે વાવેતર કર્યું છે. તેઓ પહેલાં કન્સ્ટ્રક્શન ક્ષેત્રે કામ કરતા હતા તે છોડી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી.

તેમણે તેમના ખેતરમાં જ ખેતી માટેની પ્રાકૃતિક દવાઓનું યુનિટ તૈયાર કર્યું છે. ભાવેશ આ દવાઓનો પોતે ઉપયોગ કરે છે અને અન્ય ખેડૂતોને પણ આ દવાઓ પૂરી પાડે છે.

જાણો આ વીડિયો અહેવાલમાં કે કન્સ્ટ્રક્શન ક્ષેત્રે કામ કરતા ભાવેશ પટેલે પ્રાકૃતિક ખેતી શરૂઆત કેવી રીતે કરી?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.