બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાયું, ગુજરાત પર તેની શું અસર થશે?

વીડિયો કૅપ્શન, બંગાળની ખાડીમાં ડીપ્રેશન સર્જાયું, ગુજરાત પર તેની શું અસર થશે?
બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાયું, ગુજરાત પર તેની શું અસર થશે?
પ્રકાશિત

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે, જોકે આગામી 24 કલાકમાં તે નબળી પડીને વેલ માર્ક લો પ્રેશર એરિયા બની જશે.

આ સિસ્ટમ ઓડિશા, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ તરફ વરસાદ આપશે, પરંતુ ગુજરાત પર તેની કોઈ સીધી અસર થવાની શક્યતા નથી.

ઑગસ્ટ મહિનામાં ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી.

રાજ્યમાં છૂટોછવાયો હળવાથી મધ્યમ વરસાદ અને વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેશે.

Gujarat, monsoon, rain in gujarat, બીબીસી ગુજરાતી, ગુજરાત ,ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન