You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એશિયન ગેમ્સમાં ભાગ લેનારાં જોડિયાં બહેનો હવે પેરિસ ઑલિમ્પિકની તૈયારી કરી રહ્યાં છે
નીત્યા અને વિદ્યા રામરાજ એ જોડિયાં બહેનો છે. અને હાલમાં જ ચીનમાં એશિયન ગેમ્સમાં ઍથ્લેટિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી આવ્યાં છે. જે પૈકી વિદ્યા તો ભારત માટે મેડલ જીતવામાં પણ સફળ રહ્યાં.
તામિલનાડુના કોઇમ્બતુર નજીક આવેલા મીનાક્ષીપુરમ ગામનાં આ બંને બહેનો હવે ઑલિમ્પિકમાં ભારત માટે મેડલ મેળવવાનું સ્વપ્ન જોઈ રહ્યાં છે.
નાનકડા ગામમાં માટીના ટ્રૅકમાં પ્રૅક્ટિસ કરીને આગળ આવેલાં આ બહેનોના જીવનમાં તામિલનાડુના પાટનગર ચેન્નાઈમાં આવ્યા બાદ પણ પડકારો ઘટ્યા નથી.
આ બહેનોના પિતા ડ્રાઇવિંગનું કામ કરતા. જોકે, બંને બહેનોએ સ્પૉર્ટ્સક્ષેત્રે કારકિર્દી ઘડીને માતાપિતાનું અને પોતાના ક્ષેત્રનું નામ દીપાવ્યું છે.
હવે બંને બહેનોની આંખમાં દેશ માટે મેડલ જીતવાનું સપનું છે.