લાશના ટુકડા કરવાની ક્રૂર માનસિકતા ક્યાંથી આવે છે? આ પ્રકારના ગુનેગારો ઉપર કઈ રીતે નજર રાખી શકાય?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, સૌતિક બિશ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
મુંબઈ પાસેના મીરા ભાયંદર વિસ્તારમાં હત્યાનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. આ મામલામાં એક વ્યક્તિ પર પોતાનાં 32 વર્ષીય મહિલા લિવ-ઇન પાર્ટનરની હત્યા અને પછી મૃતદેહના ટુકડા કરી નાખવાનો આરોપ છે.
આ પ્રકારનો કેસ 30 વર્ષ અગાઉ દિલ્હીમાં પણ જોવા મળ્યો હતો. દિલ્હીમાં એક વૈજ્ઞાનિકે પોતાની પત્ની સાથે બોલાચાલી અને લડાઈ પછી, તેની પત્નીની હત્યા કરી તેના મૃતદેહના ટુકડા કરી તેને એક પેટીમાં ભરી દીધા હતા.
ત્યારબાદ તેઓ 1500 કિલોમિટર દૂર રેલ માર્ગે હૈદરાબાદ પહોંચી ગયા હતા અને એક પછી એક તે ટુકડાઓને તળાવની ભેજવાળી જમીન પર બાળી નાખવાનું શરૂ કર્યું હતું.
પરંતુ થયું એવું કે અજાણતા એક શ્વાન ખોરાકની શોધમાં એ જગ્યાએ પહોંચ્યું હતું અને તેણે એક વ્યક્તિનો હાથ જોયો. તેણે તેને ખેંચી બહાર કાઢ્યો હતો.
દિલ્હી પોલીસના અધિકારી દીપેન્દ્ર પાઠક કે જેઓ આ કેસની તપાસ કરી રહ્યા હતા તેમણે કહ્યું કે, "આ વ્યક્તિ મૃતદેહના ટુકડા કરી અન્ય શહેરમાં પહોંચી ગઈ હતી અને પુરાવાનો નાશ કર્યો હતો. હત્યા કરી મૃતદેહના ટુકડા કરવા એ કોઈ નવી વાત નથી.પરંતુ અમને એ જોઈને નવાઈ લાગી હતી કે જે પ્રકારે શરીરના ટુકડા કરવામાં આવ્યા હતા તે ખરેખર એક પુસ્તક કે ફિલ્મમાં વર્ણવેલી રીતથી તદ્દન અલગ હતી."
હાલમાં જ, ભારતીય મીડિયા જગતમાં આ પ્રકારની હત્યા મુખ્ય સમાચારોમાં છવાયેલી રહી છે. પછી એ દિલ્હીનો શ્રદ્ધા વાલકર હત્યા કેસ હોય કે પછી મુંબઈ પાસેના મીરા ભાયંદર વિસ્તારનો સરસ્વતિ વૈદ્ય હત્યા કેસ. આ પ્રકારના કેસમાં એક જ પ્રકારના ગુનાની શ્રેણીનું અવલોકન કરવામાં આવ્યું છે.
ભારતમાં જે ગુનાને લગતા આંકડા છે તેમાં આ પ્રકારના ગુનાને લઈને ખાસ આંકડાકીય માહિતી નથી.
વર્ષ 2021માં જ 29 હજાર હત્યા નોંધાઈ હતી. આ સંખ્યા વર્ષ 2020 કરતા 0.3 ટકા વધુ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવું બહાર આવ્યું હતું કે મોટાભાગની હત્યામાં 'વ્યક્તિગત વેર, દુશ્મની અને પૈસાની લેવડદેવડ'ના લીધે મતભેદ મુખ્ય કારણ હતું.
આ પ્રકારના ગુનામાં કયા હથિયારનો ઉપયોગ થયો છે અથવા કેટલી હદે મૃતદેહને નુકસાન પહોંચાડ્યું છે તેને લઈને કોઈ માહિતી ઉપ્લબ્ધ નથી હોતી.

સનસનાટીભર્યા એહેવાલના પરિણામ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લૉર્રેન કોલમૅન ગુનાને મીડિયા કવરેજ મળે છે એની સમાજ પર કેવી અસર થાય છે એનો અભ્યાસ કરે છે.
તેમનું કહેવું છે કે, "આ પ્રકારના ગુનાની શ્રેણી અને આત્મહત્યા એક વાસ્તવિકતા છે. મીડિયા કવરેજ આ પરિસ્થિતિને વધુ બગાડે છે.""
"પછી એ અફતાબ પૂનાવાલા હોય કે જેના પર પોતાનાં લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધા વાલકરની હત્યાનો આરોપ છે, કે પછી મનોજ સાને હોય કે જેના પર મીરા ભાયંદર કેસમાં સરસ્વતી વૈદ્યની હત્યાનો આરોપ છે, બન્ને જણાને આ પ્રકાનું કૃત્ય કરવાની પ્રેરણા અમેરિકન ક્રાઇમ ડ્રામા ‘ડેક્સટર’માંથી મળી હોય તેવું લાગે છે."
આ ક્રાઇમ ડ્રામામાં એક ફૉરેન્સિક નિષ્ણાતના પાત્રને દર્શાવવામાં આવ્યું છે. તેનું કામ ફૉરેન્સિકમાં લોહીની તપાસ કરવાનું હોય છે અને પછી તે રાત્રે સિરિયલ કિલર બની જાતો હોય છે.
અલગ અલગ મીડિયામાં જે અહેવાલ આવે છે તે મુજબ, સરસ્વતી વૈદ્યની હત્યા બાદ મનોજ સાને સરસ્વતીના મૃતદેહના ટુકડા કરી નાખે છે, પછી તેને કૂકરમાં મૂકી તેનો નિકાલ કરે છે.
પોલીસે જણાવ્યું કે, "દરવાજો તોડ્યા બાદ, પોલીસને રસોડામાં શરીરના ટુકડા મળ્યા હતા. તેની સાથે છીણવાનું સાધન અને અન્ય સામાન મળ્યો હતો. તપાસ બાદ, પોલીસે શરીરની ઓળખ કરી હતી."
"ઓરોપીની ધરપકડ કરી હતી. સામાનને એ જગ્યાએથી કબજામાં લઈ લેવાયો હતો અને આગળ તપાસ હાથ ધરી હતી જે ચાલુ છે."
ક્રાઇમ સાઇકૉલૉજિસ્ટ અનુજા કપૂર કહે છે કે, "જો આ પ્રકારની હત્યાને સનસનાટીભર્યા સમાચાર તરીકે બનાવી દેવામાં આવે, તો એનાથી લોકોમાં જ્ઞાનતંતુઓને લગતો રોગ હિસ્ટીરિયા પેદા થઈ શકે છે. આ પ્રકારની હત્યાની જાહેરાતથી અન્યને પ્રેરણા મળી શકે છે."
પરંતુ પોલીસ અને ક્રાઇમ સાઇકૉલૉજિસ્ટનું કહેવું છે કે એ માનવા માટે કોઈ કારણ નથી કે ફ્રીઝ અને સૂટકેસ હત્યા કેસ કે જે મીડિયામાં સનસનાટીભર્યા સમાચાર તરીકે રજૂ થઈ હતી જે દેખીતી રીતે ગુનાની શ્રેણી હતી.
પાઠક કહે છે કે,"દેખીતી રીતે થતી ગુનાની શ્રેણી એ વાસ્તવિકતા છે. પરંતુ મારો અનુભવ કહે છે, લોકો ગુનાની રજૂઆત કરતા ફિલ્મ અને નવલકથાઓ વાંચીને વધુ પ્રેરાય છે."
હત્યા કર્યા બાદ મૃતહેદના ટુકડા કરી પુરાવા નષ્ટ કરવા એ જૂનું અને પ્રખ્યાત ચલણ છે.
સનસનાટીભર્યા સમાચારનું વધું પડતું રિપોર્ટિંગ એ ધારણા બાંધે છે કે ગુનાઓ વધી રહ્યા છે.
સુધીર કે ગુપ્તા કે જેઓ દિલ્હીમાં ફૉરેન્સિક મેડિસિનના વડા છે, તેમનું કહેવું છે કે, "હત્યા કરી શરીરના ટુકડા કરવા એ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, પરંતુ તે સમયાંતરે થતા રહે છે. પરંતુ આ પ્રકારના બધા જ ગુના સમાચારમાં સ્થાન નથી મેળવતા. મેં આ પ્રકારના ત્રણ જ કેસ જોયા છે."

આ પ્રકારના હત્યારાઓ ઉપર કઈ રીતે નજર રાખી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉક્ટર ગુપ્તાએ ફૉરેન્સિક સર્જન તરીકે પોતાની કારકિર્દી ત્રણ દાયકા પહેલાં શરૂ કરી હતી. તે સમયે, તેઓની સામે એવા કેસ આવતા જેમાં પીડિતને તેના ઘરની બહાર બોલાવી, તેની અજાણ્યા સ્થળે હત્યા કરી દેવાતી અને પછી મૃતદેહને જંગલમાં ફેંકી દેવામાં આવતો.
જે પ્રકારે શહેરીકરણ વધ્યું, પરિવારો નાના થતા ગયા. આ પ્રકારના નાના પરિવારમાં હત્યાના કેસ વધતા ગયા. અમુક કેસમાં મૃતદેહના ટુકડા કરી દેવામાં આવતા હતા.
ડૉ. ગુપ્તા કહે છે કે, "જ્યારે મૃતદેહના ટુકડા કરવામાં આવે ત્યારે ઘટનાનું ફોરેન્સિક પુનઃનિર્માણ કરવામાં આવે છે, ત્યારે હત્યાની અને પીડિતની ઓળખ કરવી એ મોટા પડકાર હોય છે."
"પરંતુ માનવ શરીરના હાડકાંનું સંપૂર્ણ પરિક્ષણ થઈ જાય, તો અમને તેની જાત, ઉંમર, મૃત્યુની તારીખ અને કદાચ મૃત્યુનું કારણ પણ ખબર પડી જાય છે."
આંતરરાષ્ટ્રીય અભ્યાસ આ પ્રકારના કેસમાં ખૂબ મદદરૂપ થાય છે.
ફિનલૅન્ડમાં 13 વર્ષના ગાળામાં આવા 13 કેસનો અભ્યાસ થયો હતો. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પીડિતો અને ગુનેગારો પરિચિત હતા. તેમાંથી અડધા જીવનસાથી અથવા પરિવારના સભ્યો હતા.
આ અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે મોટાભાગના ગુનેગારો હત્યા કરી એ સમયે બેરોજગાર હતા.
આમાંથી એકપણ એવા નહોતા કે જેઓ માનવના મૃતદેહ અથવા તેને લગતા કોઈ કામ સાથે સંકળાયેલા હોય કે જેમને મૃતદેહને સંભાળવાની જરૂર પડતી હોય.
આ પ્રકારનો એક અભ્યાસ પોલૅન્ડના ક્રૅકાઉમાં થયો હતો. જેમાં પચાસ વર્ષોમાં થયેલા 30 ગુનાઓ પર અભ્યાસ થયો હતો. આમાં એ જાણવા મળ્યું કે હત્યા યોજના કરીને કરવામાં નહોતી આવી.
પીડિતના સંબંધીએ આ પ્રકારનો ગુનો તેમના ઘરમાં જ આચર્યો હતો. બૉસ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસિનનો એક અભ્યાસ જણાવે છે કે મૃતદેહના ટુકડા કરવાના કેસમાં 76 ટકા પુરુષો સામેલ હોય છે.
ભારતમાં આ પ્રકારની હત્યાને લગતી કોઈ ખાસ માહિતી ઉપ્લબ્ધ નથી. સાથે જ એવી પણ કોઈ માહિતી નથી કે આ પ્રકાના ગુના કરી કેટલી વ્યક્તિઓએ સામે ચાલી ગુનો કબૂલ કર્યો હોય અને કેટલા એ આ પ્રકારના ગુનામાં મૃતદેહના ટુકડા કરી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હોય.
પાઠક કહે છે કે,"આ પ્રકારની હત્યા પાછળ કારણ હોય છે. જેમકે લગ્નને લગતો તણાવ, લગ્ન બાદ અન્ય સાથે સંબંધ, લિવ-ઇન રિલેશનશિપ. આ આધુનિક ભારતીય સમાજની મૂર્ખતા દર્શાવે છે. ઘણીવખત તે હાથબારની વાત થઈ જાય છે."
























