ગુજરાતમાં આવનારા દિવસોમાં ચોમાસાનું જોર કેવું રહેશે, ક્યારથી વરસાદ ઘટશે?
ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં પાછલા અમુક દિવસથી વરસાદ ચાલી રહ્યો છે.
કેટલાંક સ્થળોએ અનરાધાર વરસાદ પડી રહ્યો છે, તો કેટલાંક સ્થળોએ ધીમી ધારે વરસાદ જામ્યો છે.
સુરત અને બનાસકાંઠા જેવા અમુક જિલ્લામાં પાછલા અમુક દિવસથી ચાલી રહેલા આ રસ્તા અને ખેતરોમાં પાણી ભરાયાં સહિતની સમસ્યાઓ પણ જોવા મળી રહી છે.
સાઇક્લૉનિક સર્ક્યુલેશન ગુજરાત પરથી પસાર થઈ રહ્યું છે. ઉત્તર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હલચલ જોવા મળી રહી છે.
હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી અમુક દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદ પડતો રહેશે.
ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ?

ઇમેજ સ્રોત, Getty Images
રવિવારે પણ વરસાદની સ્થિતિ મહદંશે શનિવાર જેવી જ રહેશે અને મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે.
હવામાન ખાતાએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ દાહોદ અને મહીસાગર એમ લગભગ તમામ જિલ્લામાં ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ખેડા વડોદરામાં વરસાદની આગાહી કરી છે.
તો દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં (સુરત, ડાંગ, તાપી, ભરૂચ, વલસાડ અને નવસારી), તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદનાં મોટાં ભાગનાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવી આગાહી કરી છે. આ સિવાય દીવ, દમણ અને દાદરાનગરમાં ચોમાસું સક્રિય રહેશે.
રાજ્યનો એક પણ તાલુકો એવો નથી કે જ્યાં 50 મિમી કરતાં ઓછો વરસાદ પડ્યો હોય, જ્યારે 42 તાલુકામાં 500 મિમી કરતાં વધુ વરસાદ પડી ગયો છે.
સંપૂર્ણ માહિતી માટે જુઓ વીડિયો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



