You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચોમાસાની વિદાય, નવી બનેલી સિસ્ટમથી ગુજરાત પર શું અસર થશે?
ગુજરાતના કેટલાક વધારે વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. આમ છતા ગુજરાતમાં વરસાદ પડી શકે છે.
બંગાળની ખાડી પર એક લો પ્રેશર એરિયા રચાયો છે જેના કારણે કલકત્તામાં ખૂબ વરસાદ પડ્યો છે અને ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
જોકે બંગાળની ખાડીની અંદર હાલ સર્જાયેલી સિસ્ટમની અસર ગુજરાતમાં થવાની નથી.
તારીખ 25 સપ્ટેમ્બરના રોજ એક બીજો લો પ્રેશર એરિયા રચાવાનો છે. તારીખ 26ના રોજ તે વધારે મજબૂત બનશે. તારીખ 27ના રોજ આંધ્રપ્રદેશ અને ઓડીસામાંથી આ સિસ્ટમ આગળ વધશે અને મહારાષ્ટ્ર સુધી પહોંચશે એવી શક્યતા જણાઈ રહી છે.
જો આ સિસ્ટમ મજબૂત રહે તો શું થશે? શું આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચશે? ગુજરાતમાં ક્યારે વરસાદ વધશે? આ સવાલોના જવાબ જાણવા માટે જુઓ આ વીડિયો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન