Gujarat Rain: ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે, શું છે આગાહી?

વીડિયો કૅપ્શન, Gujarat Rain Update: ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે? શું છે આગાહી?
Gujarat Rain: ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે, શું છે આગાહી?
પ્રકાશિત

ગુજરાતમાં હાલ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો કેટલાક વિસ્તારમાં મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ આવનારા દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે.

ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં અત્યારે વરસાદનું સારું પ્રમાણ છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સતત વરસાદ પડી રહ્યો છે જેથી ખેડૂતોને પણ મુશ્કેલીનો અનુભવ થઈ રહ્યો છે.

આ અઠવાડિયામાં ગુજરાતમાં છુટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. આવનારા દિવસોમાં ગુજરાતાં વરસાદ ઘટવાની શક્યતા દેખાય રહી છે. આવનારા દિવસોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા નથી દેખાઈ રહી.

આ વીડિયોમાં જાણો તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડશે? વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો.

વીડિયો: દીપક ચુડાસમા

ઍડિટ: સુમીત વૈદ

ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.