'મેં મારો હીરો ગુમાવ્યો...', સુરતમાં ગટરમાં પડવાથી પુત્રનું મોત થતાં માતાની ન્યાય માટે માગણી

'મેં મારો હીરો ગુમાવ્યો...', સુરતમાં ગટરમાં પડવાથી પુત્રનું મોત થતાં માતાની ન્યાય માટે માગણી
પ્રકાશિત

તાજેતરમાં સુરતના વરિયાવ ખાતે માત્ર બે વર્ષનું એક બાળક ખુલ્લી ગટરમાં પડી જતાં મૃત્યુ પામવાની ઘટના સામે આવી હતી.

ઘટનાના બીજા દિવસે બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.

એક ભૂલકાની આવી કસમયની વિદાયની કોઈ પણ પરિવાર પર કેવી અસર પડે એને વર્ણનની જરૂર સ્વાભાવિક રીતે જ ન પડે.

ભૂલકાનાં માતા સહિતના પરિવારજનો આ મામલામાં ન્યાયની માગણી કરી રહ્યાં છે.

માતાએ કહ્યું હતું કે, "મેં મારો હીરો ગુમાવ્યો..."

બાળકના પરિવારનાં હૈયાફાટ રુદનનાં દૃશ્યોથી માહોલ ગમગીન બની ગયો હતો. જુઓ પરિવારની વેદનાની કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.