You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટ : દીકરાના ભવિષ્ય માટે માતાનો સંઘર્ષ, મા-દીકરાની મહેનતની પ્રેરણાદાયક કહાણી
રાજકોટ : દીકરાના ભવિષ્ય માટે માતાનો સંઘર્ષ, મા-દીકરાની મહેનતની પ્રેરણાદાયક કહાણી
પ્રકાશિત
રાજકોટના 80 ફૂટના રોડ પર તમને શેરડીના રસના પાટલે માતાપુત્ર નજરે પડશે.
અહીં માતા સંઘર્ષ કરી રહ્યાં છે પોતાના દીકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે.
આ તેમની ઇચ્છા અને આશા છે અને આ માટે તેઓ પ્રયાસ પણ કરી રહ્યાં છે.
તો દીકરો પણ ભણતરની સાથે માતાના સંઘર્ષમાં સહભાગી છે. તેઓ પાણીપુરી, શેરડીનો રસ સહિત સિઝનલ વેપાર કરે છે.
આત્મનિર્ભર બનીને પરિવારનો સહારો બની રહેલાં વિલાસબહેનનું જીવન દરેક વ્યક્તિ માટે એક જીવનનો અમૂલ્ય સંદેશ પણ ધરાવે છે, જુઓ આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન