બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ વધારે મજબૂત બની, ગુજરાતમાં હજી વરસાદ વધશે?

ગુજરાત હવામાન, ગુજરાતમાં ચોમાસું, હવામાન વિભાગ, વરસાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મુંબઈમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ પડી રહ્યો છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ બાદ હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ઓસર્યાં નથી.

હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં, ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં અલગ-અલગ જગ્યાએ અતિભારે વરસાદ પડ્યો છે.

જૂનાગઢના માંગરોળમાં 20 ઇંચથી વધુ વરસાદ પડ્યા બાદ જનજીવન પ્રભાવિત થઈ ગયું હતું. ગીર સોમનાથ જિલ્લામાં ગાંગડા ગામે અતિભારે વરસાદના કારણે ગામલોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું. અંદાજે 250 લોકોને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષિત જગ્યાએ ખસેડાયા હતા.

તો આગામી દિવસોમાં ગુજરાતમાં મોટા ભાગના જિલ્લામાં ભારે તો, ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

ગુજરાતમાં શરૂ થયેલું ચોમાસું હવે ધીમેધીમે જોર પકડી રહ્યું છે. જોકે જિલ્લાના હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો નથી.

ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ કેટલી તીવ્ર બની?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં બદલાશે વરસાદની પેટર્ન, હવે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગ અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસું સક્રિય હતું અને ઉત્તરના વિસ્તારોમાં સામાન્ય રહ્યું હતું.

બીજી બાજુ મુંબઈમાં સતત પાંચ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી છે.

છ જુલાઈના રોજ પણ મુંબઈના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગે રેડ ઍલર્ટ આપ્યું છે. મુંબઈ, રાયગઢ, નાસિક, પાલઘર, થાણે, પુણે, સતારામાં ચેતવણી અપાઈ છે.

આગામી ત્રણ દિવસ ઉત્તર અરબ સાગરના કેટલાક ભાગો, ગુજરાત, હરિયાણા અને પંજાબના બાકીના ભાગો અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધે તેવા સંજોગ છે.

હવામાન વિભાગ અનુસાર, ચોમાસાની ઉપરની સીમા એ અત્યારે જામનગર, ઉદયપુર, અજમેર, ઝૂંઝુનુ, હિસાર અને ભટિંડા સુધી સ્થિત છે.

એટલે જો વરસાદી સિસ્ટમ તેની નિર્ધારિત ગતિએ આગળ વધે તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થવાની સંભાવના છે.

હાલમાં દક્ષિણપશ્ચિમ રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી સિઝનલ ટ્રફ રેખા સ્થિત છે અને તે મધ્ય પ્રદેશ, ઉત્તર છત્તીસગઢ અને દક્ષિણ ઝારખંડને કવર કરી રહી છે.

બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ વધારે મજબૂત બની છે અને લૉ-પ્રેશર એરિયા હતો એમાંથી ડિપ્રેશન બની ગયું છે અને મધ્ય ભારત તરફ આ સિસ્ટમ આવી રહી છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી

ગુજરાત હવામાન, ગુજરાતમાં ચોમાસું, હવામાન વિભાગ, વરસાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, imd

ગુજરાત હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં આખા રાજ્યના જિલ્લામાં સામાન્યથી અતિભારે વરસાદ પડી શકે છે.

આગાહી અનુસાર, છ જુલાઈએ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, એટલે કે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ઘણાં સ્થળોએ વરસાદની આગાહી છે.

એવી જ રીતે દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં મોટાં ભાગનાં સ્થળોએ વરસાદ પડી શકે છે.

નવસારી, ડાંગ, વલસાડ અને દમણમાં છૂટાંછવાયાં સ્થળોએ અતિભારે વરસાદની આગાહી છે.

તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, બોટાદ, દ્વારકા, મોરબી, કચ્છ અને દીવમાં ઘણાં સ્થળોએ અને કચ્છમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

ગુજરાત હવામાન, ગુજરાતમાં ચોમાસું, હવામાન વિભાગ, વરસાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, hanif khokhar/bbc

ઇમેજ કૅપ્શન, જૂનાગઢના માંગરોળમાં ચાર જુલાઈ પડેલા ભારે વરસાદ બાદ લોકોનાં ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સાત જુલાઈની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ- વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી છે.

તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, બોટાદ, દ્વારકા, મોરબી, કચ્છ અને દીવમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

આઠ જુલાઈએ પણ રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની શક્યતા છે. ગુજરાતમાં બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ઘણા સ્થળોએ વરસાદ વરસી શકે છે.

તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મોટાં ભાગનાં સ્થળોએ વરસાદનું અનુમાન છે.

આ સિવાય સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, બોટાદ, દ્વારકા, મોરબી, કચ્છઅને દીવમાં કેટલાંક સ્થળોએ અને કચ્છમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન