હરણી બોટ દુર્ઘટના : 'પુત્રની ખૂબ યાદ આવે છે, જાણે હમણાં બોલાવશે'

હરણી બોટ દુર્ઘટના : 'પુત્રની ખૂબ યાદ આવે છે, જાણે હમણાં બોલાવશે'
પ્રકાશિત

18 ફેબ્રુઆરી 2024ના રોજ વડોદરાની ખાનગી શાળાના વિદ્યાર્થીઓ ઉત્તરાયણની રજા માણીને પરત ફર્યા હતા.

તેઓ શાળાની પિકનિકમાં જોડાયા હતા અને મજા માણી રહ્યા હતા. લગભગ 27 વિદ્યાર્થી વડોદરાના હરણી તળાવમાં બોટિંગ માટે ગયા.

પ્રાથમિક તપાસ મુજબ, ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થી ભરવાને કારણે બોટ પલટી ખાઈ ગઈ અને 12 વિદ્યાર્થી તથા બે શિક્ષિકા માટે આ સફર આખરી બની રહી.

આ દુર્ઘટનાના લગભગ 14 મહિના જેવો સમય વીતી ગયો છે, ત્યારે પરિવારજનો કેવી રીતે જીવી રહ્યા છે અને સરકારી તપાસ વિશે તેઓ શું માને છે, જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.